ખેરાલુ ખાતે શ્રી શિશુ વાટીકા વિભાગ દ્રારા માતૃમિલન કાર્યક્રમ યોજાઈ ગયો - At This Time

ખેરાલુ ખાતે શ્રી શિશુ વાટીકા વિભાગ દ્રારા માતૃમિલન કાર્યક્રમ યોજાઈ ગયો


શ્રી શિશુ મંદિર ખેરાલુ માં શિશુવાટીકા વિભાગ માં માતૃ મિલન ક્રાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૦ બાળકો માતાઓની ઉપસ્થિત રહી હતી . ત્યારબાદ કાર્યક્રમ ની પ્રસ્તાવ ના તેમજ સોળ સંસ્કાર વિશે માહિતી લક્ષ્મણભાઈ વાધેલા એ આપી હતી અને તેની સાથે સાથે નવીન શિક્ષણ નીતિ મુજબ ૫ થી ૬ વર્ષ બાળકો ની બાલવાટીકા શરૂ કરી તેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને તેમાં વિદ્યાભારતી ટૂંકો પરીચય શિશુ વાટીકા શું છે. ?
તેના અભ્યાસક્રમ વિશે ની સંપૂર્ણ માહિતી હંસા બેન લિમ્બાચીયા આપી હતી તેમજ શિશુવાટીકા ના પ્રધાનચાર્ય અરુણાબેન મહેતા એ પૌષ્ટિક અલ્પાહાર તથા ગણવેશ વગેરે જેવી માહિતી આપી હતી આ કાર્યક્રમ માં શાળા ના શિષ્યો ના માતાઓના હ્રદય પૂવૅક પ્રતિભાવો આપ્યા હતા અને આ કાર્યક્રમ નું સંચાલન હંસા બેન લિમ્બાચીયા એ કર્યું હતું અને છેલ્લે શાંતિ મંત્ર બોલી ને છૂટા પડ્યા હતા અને ત્યારબાદ શિશુવાટીકા અભ્યાસક્રમ ની પ્રદર્શની નિહાળવવા માં આવી હતી .
આ કાર્યક્રમ માં નંદુભાઈ ભાવસાર રીટા બેન સોની તથા સમગ્ર કાર્યક્રમ નું આયોજન શ્રી સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક કમિટી ના ચેરમેન તથા અલ્કા મલ્ટિ સ્પેશાલિસ્ટ હોસ્પિટલના ઓનર હર્ષદભાઈ વૈદ્ય, સેક્રેટરી તથા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુ ના કેમ્પસ ડાયરેકટર જસ્મિન ભાઈ દેવી
માર્ગદર્શક હેઠળ આ શિશુવાટીકા ના પ્રધાનચાર્ય અને સંયોજક
અરુણા બેન લિમ્બાચીયા અને સમગ્ર સ્ટાફ મિત્રોએ મહેનત કરી ને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.