*આગામી ૧૭ ફેબ્રુઆરીએ સાબરકાંઠા જિલ્લામાં રોજગ - At This Time

*આગામી ૧૭ ફેબ્રુઆરીએ સાબરકાંઠા જિલ્લામાં રોજગ


*આગામી ૧૭ ફેબ્રુઆરીએ સાબરકાંઠા જિલ્લામાં રોજગાર ભરતી મેળો યોજાશે*v
********************
આગામી તા.૧૭ ફેબ્રુઆરી ૨૦૨૩ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી એસ.એસ. મહેતા આર્ટ્સ કોલેજ એન્ડ શ્રી એમ.એમ.પટેલ કોમર્સ કોલેજ,મોતીપુરા,હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ પાસે ખાલી રહેલ નોકરી માટેની જગ્યાઓ ભરવા માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
આ ભરતી મેળામાં ભાગ લેવા માંગતા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના તેમજ એસ.એસ.સી/ એચ.એચ.સી/ આઈ.ટી.આઈ/ ડિપ્લોમા/ સ્નાતક તેમજ ધો.૦૮ પાસની લાયકાત ધરાવનાર ઉમેદવારોને તેમની ઉંમર, જાતિ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને બાયોડેટાની ત્રણ થી ચાર નકલો સાથે સ્વ-ખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવુ. આ ભરતીમેળામાં હાજર રહેનાર રોજગારવાંચ્છુઓ પૈકી જે ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારોની તે જ દિવસે નામ નોંધણી કરવામાં આવશે. જેથી ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો અને તેની એક-એક ઝેરોક્ષ નકલ સાથે લાવવી.વધુમાં, https://anubandham.gujarat.gov.in લિંક મારફતે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી JF188202241આઇ.ડી.થી સર્ચ કરી ભરતી મેળામાં પસંદગીના નોકરીદાતાની ખાલી જગ્યા સામે ઓનલાઇન ઉમેદવારી નોંધાવી તા.૧૭-૦૨-૨૦૨૩ ના રોજ રૂબરૂ હાજર રહી ઇન્ટરવ્યુ આપી શકાશે.આ કચેરી દ્વારા પુરી પાડવામાં આવતી તમામ સેનિ:શુલ્ક છે.એમ રોજગાર અધિકારી(જનરલ)હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.