આર્થીકભીંસથી કંટાળી આશાસ્પદ પટેલ યુવકે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું
શહેરની ભાગોળે આવેલ ભીચરી ગામમાં આર્થીકભીંસથી કંટાળી આશાસ્પદ પટેલ યુવકે ફાંસો ખાઈ જીવાદોરી કાપી આપઘાત કરી લેતા સગર્ભા પત્નીએ પતિને ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પ્રાપ્ત વિગત મુજબ, ભીચરીમાં રહેતાં મૌલિકભાઈ કાળુભાઇ રામાણી (ઉ.વ.22) ગઈકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પરિવારજનોએ મૌલિકને જગાડવા રૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ન ખોલતાં બારીએથી તપાસ કરતા પુત્રને લટકેલો જોતાં આક્રંદ મચાવ્યો હતો. યુવકને બેભાન હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કર્યાવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવ અંગે પરિવારની પૂછપરછ આદરી હતી.
વધુમાં મૃતકના સબંધીએ જણાવ્યા અનુસાર, મૌલિકના લગ્ન દોઢ વર્ષ પહેલાં થાય હતાં અને તેની પત્ની હેતલ હાલ સગર્ભા છે. સીએનસી મશીનના કારખાનામાં નોકરીએ જતો હતો અને છેલ્લા છ માસથી તે વ્યવસ્થિત પગારવાળી નોકરી માટે કંપની બદલતો હતો. સારી નોકરી ન મળતાં પરિવાર પર આર્થીકભીંસ આવી જશે તેની ચિંતામાં પગલું ભરી લીધું હતું. મૃતક એક બહેનનો એક નો એક ભાઈ અને પરિવારનો આધારસ્તંભ હતો. તેના પિતા ખેતીકામ કરે છે.બનાવથી પરિવાર પર આભ તૂટી પડતાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.