સ્ટોલના ભાડામાં 10 ટકાના વધારા બાદ હવે નાની મેન્યુઅલ રાઇડઝ-મોટી યાંત્રિક રાઇડ્ઝનુ ભાડું રૂ. 5 વધ્યું - At This Time

સ્ટોલના ભાડામાં 10 ટકાના વધારા બાદ હવે નાની મેન્યુઅલ રાઇડઝ-મોટી યાંત્રિક રાઇડ્ઝનુ ભાડું રૂ. 5 વધ્યું


રાજકોટમાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા જન્માષ્ટમીના તહેવારો પર રેસકોર્સ મેદાનમાં તા.24થી 28 ઓગસ્ટ સુધી 5 દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ સ્ટોલ-પ્લોટ મેળવવા માટેના અરજી ફોર્મનું વિતરણ 19મી જુલાઈથી શરૂ થશે. પ્રાંત 1 અને ઇન્ડિયન બેન્કમાં ફોર્મનું વિતરણ કરવામાં આવશે. લોકમેળાના દરેક સ્ટોલ-પ્લોટધારકોએ રૂ.50ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ સોગંદનામું રજૂ કરવાનું રહેશે. જેમાં નાની રાઇડઝના રૂ. 35 તો નવી રાઇડ્ઝના રૂ. 45 લેવામાં આવશે. રાઇડ્ઝમાં રૂ. 5-5 તો સ્ટોલના ભાવમાં 10 ટકા જેટલો વધારો નોંધાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.