નેત્રંગ પોલીસે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં નંધાયેલ ગુના હેઠળ ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપી લીધો
નેત્રંગ પોલીસે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં નંધાયેલ ઘરફોડ ચોરીનાં ગુનામાં ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો.ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ, તેના અનુસંધાને નેત્રંગ પોલીસની ટીમે જિલ્લામાં વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્રારા આવા આરોપીઓની માહીતી એકત્ર કરી કાર્યવાહી હાથ ધરી હતી,દરમિયાન પોલીસને બાતમી મળી હતીકે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં નંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ માસથી વોન્ટેડ આરોપી સુરેશભાઇ ફુલસિંગભાઇ વસાવા રહે.નિશાળ ફળિયું ગામ ઝરણા તા.નેત્રંગ જિ.ભરૂચના તેના ઘરે હાજર છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને સદર વોન્ટેડ આરોપીને ઝડપી લઇને આગળની કાર્યવાહી માટે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને સોંપ્યો હતો.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે
