સમી તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર લોકસંપર્ક કરવામાં આવ્યો.
સમી:રાધનપુર વિધાનસભામાં આવતા સમી તાલુકાના ગામડાઓમાં આમ આદમી પાર્ટી ના સભ્યો દ્વારા ઘરે ઘરે જઈને લોકોનો સંપર્ક કર્યો હતો અને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે અપીલ કરી હતી. આમ આદમી પાર્ટી દ્વારા એક જ સંકલ્પ કરવામાં આવ્યો છે કે "ઘરે ઘરે જઈશું જીતીને જ બતાવીશું" એવું આમ આદમી પાર્ટીના સમર્થકોએ જણાવ્યું હતું. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુર વિધાનસભામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તેમ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું.
આ ડોર ટુ ડોર અભિયાનમાં રાધનપુર વિધાનસભાના સંગઠન મંત્રી અને સમી તાલુકા પંચાયત સદસ્ય નરેશજી ઠાકોર તેમજ આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર લાલાજી ઠાકોર અને આપ કાર્યકરો જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.