ગ્રીનલેન્ડ ચોકડીએ દાતણના ભાગ પાડવા મામા-ફઈની બહેનો ઝઘડી, બન્નેએ ઝેરી દવા પીધી, બન્ને સારવાર હેઠળ - At This Time

ગ્રીનલેન્ડ ચોકડીએ દાતણના ભાગ પાડવા મામા-ફઈની બહેનો ઝઘડી, બન્નેએ ઝેરી દવા પીધી, બન્ને સારવાર હેઠળ


રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતિ સોસાયટીમાં રહેતી બે પિતરાઇ બહેનો વચ્ચે 21 ઓગસ્ટના રોજ ઝઘડો થતાં બન્નેએ સાથે ઝેરી દવા પી લીધી હતી. આથી બન્નેને પ્રથમ કુવાડવા અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. પોલીસ પૂછપરછમાં ઝેર પી લેનાર તરુણીના પરિવારજનોએ જણાવ્યું હતું કે બંને મામા-ફઈની બહેનો છે. બન્ને બે દિવસ પહેલા ઘર પાછળ આવેલી વાડીમાં દાંતણ વીણવા ગઈ હતી. બાદમાં બન્ને વચ્ચે દાંતણના ભાગ પાડવા મામલે ઝઘડો થયો હતો. ત્યાં વાડીમાં રહેલી ઝેરી દવા પી લીધી હતી. બન્ને તરૂણીનો પરિવાર મૂળ દાહોદના ગરબાળાના રેહવાસી અને બન્નેના પિતા કડિયા કામ કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.