લાતી પ્લોટમાં દિવાલ ધરાશાઈ થતાં ત્રણને ઈજા: બે વાહનો દટાયા - At This Time

લાતી પ્લોટમાં દિવાલ ધરાશાઈ થતાં ત્રણને ઈજા: બે વાહનો દટાયા


શહેરનાં લાતી પ્લોટ-4 માં આજે સવારે અચાનક દિવાલ ધરાશાઈ થતાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેની તાકિદે બચાવ કામગિરી કરી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. દિવાલ ધરાશાઈ થતાં છોટાહાથી ગાડી અને બાઈક સહિત અન્ય વહનો પણ દટાયા હતા.હાલ ત્રણેય ઇજાગ્રસ્ત સારવાર હેઠળ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રોડ પર આવેલ લાતી પ્લોટ શેરી નં-4 માં આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ જર્જરિત લાકડાના ગોડાઉનની દિવાલ ધરાશાઈ થઈ હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા છોટાહાથી ગાડી અને બાઈક ચાલકની માથે દિવાલ પડતાં ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. અને બંને વાહનો દટાયા હતાં.
આ બનાવ બનતા ત્યા લોકોનું ટોળુ એકઠુ થઈ ગયુ હતું. અને બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને તાકિદે 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક ની હાલત ગંભીર હોવાનું જાણવાં મળ્યુ છે. ઈજાગ્રસ્તના પરિવારેજને જણાવ્યું હતું કે આજે સવારે જયરાજભાઈ મહેશભાઈ ચૌહાણ (ઉ. વ.22, રહે. લાતી પ્લોટ શેરી નં-10 મોરબી રોડ) અને અહેઝાદભાઈ આરબ (ઉ.વ.23, રહે.ભગવતીપરા) આ બંને છોટા હાથી ગાડી લઈને જતાં હતાં.
ત્યારે લાતી પ્લોટ 4 માં પહોચતા દિવાલ માથે પડી હતી. દરમિયાન ત્યાં બાઈકમાં સવાર વસંતભાઈ આત્મારામભાઈ ઠક્કર (ઉ.વ.55) નામના પ્રૌઢ પણ ત્યાં નીકળતા હોય તેના માથે પણ દિવાલ પડી હતી. આ ત્રણેય લોકો દિવાલ નિચે દબાઇ ગયા હતા.
ત્યાં આજુબાજુના લોકો એકઠા થઈ જતાં તાકિદે જયરાજભાઈ અને વસંતભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને કરતાં તુરંત પોલીશ દોડી ગઈ હતી. અને બનાવ અંગે તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.