જુનાગઢ જિલ્લાના માતૃભાષા રસિકોને વિશ્વ માતૃભાષા દિનના અવસરે માતૃભાષા મહિમાગાનનો લાભ લેવા અનુરોધ - At This Time

જુનાગઢ જિલ્લાના માતૃભાષા રસિકોને વિશ્વ માતૃભાષા દિનના અવસરે માતૃભાષા મહિમાગાનનો લાભ લેવા અનુરોધ


જુનાગઢ જિલ્લાના માતૃભાષા રસિકોને વિશ્વ માતૃભાષા દિનના અવસરે માતૃભાષા મહિમાગાનનો લાભ લેવા અનુરોધ

ઉપરોક્ત વિષય અંગે જૂનાગઢના પ્રેમાનંદ વિદ્યામંદિરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ઇનોવેશન વિથ મીરા ગ્રુપ જુનાગઢ આનંદાલય, શ્રી પ્રેમાનંદ વિદ્યામંદિર અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ મહિમાગાનનું આયોજનની સમય સારણી નીચે મુજબ.
પ્રથમ કાર્યક્રમ તા.૨૧-૨-૨૦૨૪ ના સવારે ૯:૩૦ કલાકે ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાની પ્રેરણા સાથે વક્તા શ્રી એલ.વી. જોશી તથા ડો.માતંગ પુરોહિત માતૃભાષા સજ્જતા અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડશે. કાર્યક્રમના સંચાલક શ્રી હિરેન પાઠક તથા સંંયોજક સુશ્રી મીરા વૈષ્ણવ તથા ડો.જયેન્દ્રસિંહ જાદવની અખબાર યાદી જણાવે છે.
સ્થળ-શ્રી પ્રેમાનંદ વિદ્યામંદિર વંથલી રોડ, બિલનાથ મંદિર પાસે, જુનાગઢ. તો ભાષા રસિકજનોને ઉપરોક્ત સેમિનારનો લાભ લેવા નમ્ર અનુરોધ.
બીજો કાર્યક્રમ આજ તા.૨૧-૨-૨૦૨૪ ના બપોરે ૪:૩૦ કલાકે માતૃભાષા અને સંસ્કૃતિના જતન માટેના અભિયાન અંતર્ગત શ્રી પરિશ્રમ એકેડેમી માણાવદર અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે શાળાના બાળકો અને વિસ્તારના લોક કલ્યાણ અર્થે શુભારંભ પુસ્તકાલય અને ૧૦૧ વાચક દીક્ષા મહોત્સવને માણવા માતૃભાષાના વાચક વર્ગને નમ્ર વિનંતી.
ઉપરોક્ત કાર્યક્રમના ઉદ્ઘાટક અધ્યક્ષ પદ્મશ્રી જગદીશ ત્રિવેદી (ગુજરાતી હાસ્ય કલાકાર, લેખક અને સમાજસેવ) તથા અધ્યક્ષ ડો.ચેતન ત્રિવેદી (કુલપતિ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ) તેમજ વક્તા શ્રી લાભશંકર જોશી દ્વારા વિશ્વ માતૃભાષા દિવસને ઉજાગર કરવા પ્રેરક માર્ગદર્શન પૂરું પાડશે.
કાર્યક્રમનું સ્થળ- શ્રી પરિમલ એકેડેમી માણાવદર, ભક્તિનગર, જુનાગઢ રોડ

રિપોર્ટ સી. વી. જોશી. વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.