બાલાસિનોર વિસ્તારમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા - At This Time

બાલાસિનોર વિસ્તારમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા


બાલાસિનોર વિસ્તારમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

શિયાળુ વાવેતર કરી દીધા બાદ સમયસર ખાતર ન મળતો ખેડૂતોને ધબકારા ખાવા પડી રહ્યા છે

બાલાસિનોર : શિયાળુ વાવેતરને હાલ ખાતરની જરૂરિયાત છે આવા સમયે જ બાલાસિનોર તાલુકામાં યુરિયા ખાતરની તંગી વર્તાવા લાગી છે ખેડૂતોને સમયસર ખાતર ન મળતાં ધક્કા ખાવા પડી રહ્યા છે.

બાલાસિનોર તાલુકામાં ઘઉં,ચણા જેવા અનેક શિયાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે અઠવાડિયાથી આ વિસ્તારમાં ઠંડી પણ સારી પડી રહી છે પણ ખેડૂતોને સમયસર ખાતર ન મળતો મુશ્કેલીઓ ઊભી થવા લાગી છે બાલાસિનોર તાલુકાના ખેડૂતો યુરિયા ખાતર માટે દોડાદોડી કરી રહ્યા છે પરંતુ ખાતરની તંગીને કારણે ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે કેટલીક જગ્યાએ સવારથી ખાતર માટે લાઈનો લાગી જાય છે પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી.

ખાતરની તંગીને કારણે શિયાળુ વાવેતર ના ઉત્પાદન ઉપર અસર થવાની બીક ખેડૂતોને લાગી રહી છે. આ અંગે ખેડૂત રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે શિયાળુ પાક માટે ખાતર ની હાલ ખાસ જરૂર છે તેવા સમય ખેડૂતોને ખાતર મળતું નથી અનેક ડેપો ઉપર તપાસ કરવા છતાં પૂરતા પ્રમાણમાં ખાતા ન મળવાથી ખેડૂતોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે

રીપોટર ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.