સફાઈ સહિતના મુદ્દે તપાસ માટે કમિશનરને મેદાનમાં ઉતરવું પડયું - At This Time

સફાઈ સહિતના મુદ્દે તપાસ માટે કમિશનરને મેદાનમાં ઉતરવું પડયું


ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અખાદ્ય ચીજ વસ્તુઓનું બેફામ પણે વેચાણ થઈ રહ્યું છે પરંતુ તેની તપાસ માટે ટીમો યોગ્ય રીતે કામ કરતી નથી ત્યારે સફાઈ સહિતના મુદ્દે તપાસ માટે આજે ખુદ મ્યુનિસિપલ કમિશનરને મેદાનમાં ઉતરવું પડયું હતું અને ટીપી ૯ વસાહતમાં દુકાનોમાં તપાસ કરી હતી. જે પૈકી એક દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો અને અખાદ્ય ચીજ વસ્તુ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.