શરમ કરો શરમ ખેડૂતો ને ધરાર ફરજ પડતા ખાતર ડેપો સંચાલકો વિરુદ્ધ પગલાં લેવા રાજ્ય ના કૃષિ મંત્રી ને પત્ર પાઠવતા સુખડીયા
શરમ કરો શરમ ખેડૂતો ને ધરાર ફરજ પડતા ખાતર ડેપો સંચાલકો વિરુદ્ધ પગલાં લેવા રાજ્ય ના કૃષિ મંત્રી ને પત્ર પાઠવતા સુખડીયા
અમરેલી રાજ્ય ના કૃષિ મંત્રીશ્રી રાધવભાઈ પટેલ ને સુખડીયા નો પત્ર ખેડૂતો ને
અન્ય ખાતર ફરજીયાત પણે લેવાની ફરજ પાડનાર ખાતર ડેપો સંચાલન સામે પગલાં લેવા માંગ અમરેલી નવી માર્કેટીંગ યાર્ડમાં ખાતર ડેપોમાં ડી.એ.પી.ખાતર સાથે અન્ય ખાતર ફરજીયાત પણે લેવાની ફરજ પાડનાર ખાતર ડેપો સંચાલન સામે તપાસ કરી ખેડુતો સાથે થતી છેતરપીડી બાબતે પગલા ભરવા સુખડીયા દ્વારા સબંધ કરતા વિભાગો ને લેખિત ફરિયાદ ખેડુતોને શિયાળુ પાક વાવેતર માટે જેવા કે, ઘઉં, ચણા, ડુંગળી, વિગેરે માટે વાવેતરમાં પાયાના ખાતર તરીકે ડી.એ.પી. સરકારશ્રી દ્વારા સબસીડી વાળુ આપવામાં આવે છે. જેમા અમરેલી-સાવરકુંડલા રોડ ઉપર આવેલ નવી માર્કેટીંગ યાર્ડ બહાર ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન- લી. (સરકારી સાહસ એગ્રી બિઝનેશ સેન્ટર ઉપર ) ડી.એ.પી., યુરિયા વિગેરે ખાતરનું ખેડુતોને વેચાણ કરવામાં આવે છે. જેમા ઉપરોકત ખાતર ડેપોના સંચાલકો દ્વારા છેલ્લા ઘણા દિવસથી ડી.એ.પી.ની અસત ઉભી કરી સરકારશ્રીની ૪ ડી.એ.પી. બેગ સાથે ૧ (એક) ૫૦ કિલોની બાયો એન.પી.કે. બેગ આપવાની કોઈ સુચના કે આદેશ ન હોવા છતા ઉપરોકત વિક્રેતા દ્વારા ખેડુતોની સાથે છેતરપીડી કરી પોતાની બિઝનેશનો વ્યાપ વધારી નાણા કમાવવા માટે આવી ફરજ પાડી રૂપિયા ૮૦૦/- ની બેગ લેવા ખેડુતોને ધરાર ડી.એ.પી. ખાતર સાથે પધારવામાં આવે છે. આજરોજ મે મારા ખેતરમાં ઘઉંનું વાવેતર કરવા માટે ઉપરોક્ત ખાતર ડેપોના ખાતે ખાતર લેવા માટે ગયેલ તો મને ચાર-ડી.એ.પી. ખાતરની સાથે રૂા. ૮૦૦/- ની અન્ય ખાતરની બેગ આપવા જણાવેલ જેથી મે અમારા માન્ય ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાનો ટેલીફોનીક જાણ કરતા સરકારશ્રીની આવી કોઈ સુચના આપવામાં આવેલ નથી. તેવું જણાવેલ અને અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી પીપળીયાની મીઠી નજર તળે આ ઉપરોકત ખાતર ડીપોથી અનેક ખેડુતો છેલ્લા ઘણા સમયથી ભોગ બનેલા હોય જેથી આ બાબત ગરીબ ખેડુતોના માટે અતી ગંભીર હોય જેથી મારી આ રજુઆત બાબતે યોગ્ય તપાસ સત્વરે કરી ખાતર વિક્રેતાનું લાયસન્સ રદ કરી અગાઉના બીલ બુકોની તપાસણી કરી આ છેતરપીંડીનો ભોગ બનનાર તમામ ખેડુતોને નાણા પરત મળે તેમ કાર્યવાહી કરવા મારી આપ સાહેબશ્રીને ઉપરોકત ખાતર ડેપો વિક્રેતા રાજકીય ઈસમના સગા હોય જેથી ઉચ્ચ કક્ષાએ તપાસ કરી કરાવી ખેતીવાડી અધિકારી સામે નિકાળજી બદલ પગલા ભરવા મારી આપ સાહેબશ્રીને નમ્ર રજુઆત છે અને ખેડુતોને સરળતાથી ખાતર મળી રહે તેવી અન્ય જગ્યાએ ડેપો ખોલવા માટે પરવાનગી આપી આગળની કાર્યવાહી થવા આપ સાહેબ શ્રી સમ્રત ખેડુતો વિનંતી છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.