” જાહેર સુખાકારી નો ભંગ તંત્ર મૌન” દામનગર પાલિકા ના આશીર્વાદ કે હપ્તા રહેણાંક વિસ્તારો ઇન્ડસ્ટ્રીઝ કોમર્શિયલ ઉપીયોગ સ્થાનિક રહીશો માં નારાજગી
" જાહેર સુખાકારી નો ભંગ તંત્ર મૌન"
દામનગર પાલિકા ના આશીર્વાદ કે હપ્તા રહેણાંક વિસ્તારો ઇન્ડસ્ટ્રીઝ કોમર્શિયલ ઉપીયોગ સ્થાનિક રહીશો માં નારાજગી
ડગલાંધારી મોટા માથા ઓએ સાર્વજનિક પ્લોટ વળાંકી લીધા મોટી મિકલતો ખડકી દીધી
દામનગર શહેર માં ઢસા રોડ ઉપર અનેક રહેણાંક હેતુ માટે બિન ખેતી પરવાનગી મેળવ્યા બાદ મોટા પ્રમાણ માં ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્શિયલ ઉપીયોગ થી જાહેર શાંતિ જોખમાય ઘનશ્યામનગર તીર્થ રેસિડેન્ટ અક્ષરનગર જે.ડી.પાર્ક ગોકુલ નગર સહિત ના વિસ્તારો માં સ્થાનિક પાલિકા તંત્ર ના આશીર્વાદ કે હપ્તા ? રહેણાંક હેતુ માટે બિન ખેતી પરવાનગી બાદ સ્થાનિક પાલિકા માં પણ પ્લાન નકશા રજૂ કર્યા બાદ ઇન્ડસ્ટ્રીઝ કોમર્શિયલ બાંધકામ કેમ ? ભારે ધ્વનિ પ્રદુષણ અને અનેક પ્રકાર ના પ્રદુષણો રહેશો માટે માથા નો દુખાવો ઉજળી આશા એ બિનખેતી રહેણાંક હેતુ ના લે આઉટ પ્લાન માં પ્લોટ મેળવી મરણ મૂડી ખર્ચી રહેણાંક મકાનો બન્યા ત્યાં રોડ કાઢે રહેણાંક પ્લોટ ખરીદી ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્શિયલ ઉપીયોગ દિનપ્રતિદિન કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે સ્થાનિક પાલિકા ના ખુલ્લા આશીર્વાદ કે હપ્તા જે કરણ હોય તે પણ બાંધકામ મંજૂરી માટે રહેણાંક પ્લાન નકશા રજૂ કરી વિપરીત ઉપીયોગ કરતા સામે પાલિકા તંત્ર આંખ આડા કાન શુ કામ કરે છે ? આવા આશીર્વાદ માટે કેટલો મોટો હપ્તા મેળવાય છે ? બિનખેતી પરવાનગી ની શરતો અને બાંધકામ પરવાનગી માં પણ રહેણાંક હેતુ સિવાય ઉપીયોગ કરવા ની મનાઈ હોવા છતાં પાલિકા તંત્ર કોની લાજ કાઢતું હશે ? આ અંગે પાલિકા તંત્ર કેમ ચૂપ છે ? હપ્તો સબંધ જે કારણ હોય તે પણ પાલિકા તંત્ર એ આવા આશીર્વાદ આપતા પહેલા સ્થાનિક રહીશો ની જાહેર સુખાકારી નો ભંગ ચલાવી લેવાય નહીં ડગલાંધારી મોટા માથા ઓએ સાર્વજનિક પ્લોટ ઉપર મોટી મિલકતો ખડકી લીધી આ બધું સ્થાનિક તંત્ર ના આશીર્વાદ વગર થઈ શકે ખરું ?
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.