જામનગર નજીક સિક્કા પંથકમાંથી ગેસ રિફિલિંગનું વધુ એક કારસ્તાન પકડાયું
- નાના-મોટા ૧૭ નંગ બાટલા તેમજ અન્ય પાના- પકકડ અને રોકડ સાથે બે શખ્સોની અટકાયતજામનગર તા.12 ઓગષ્ટ 2022,શુક્રવારજામનગર નજીક સિક્કા ગામમાંથી એલસીબી ની ટીમે ગેરકાયદે ગેસ રિફિલિંગ નું વધુ એક કારસ્તાન પકડી પાડ્યું છે, અને બિલ અને આધાર વગરના નાના-મોટા ૧૭ નંગ ગેસના બાટલા પાના પકડ અને રોકડ રકમ સહિત ૬૧,૯૦૦ ની માલમતા સાથે બે શખ્સોની અટકાયત કરી લીધી છે. જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા મેઘપર-પડાણા સહિતના વિસ્તારોમાં ગેસ રીફીલિંગના ગેરકાયદે હાટડાઓ ચાલી રહ્યા હોવાની બાતમીના આધારે એલસીબી,એસઓજીની ટીમો દ્વારા સમયાંતરે દરોડાઑ પાડવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ગઈકાલે એલસીબી ની ટુકડીએ સિક્કા ગામમાં પંચવટી વિસ્તારમાં રહેતા મહિપતસિંહ જાડેજાની માલિકીની ઓરડીમાં દરોડો પાળ્યો હતો, અને ગેરકાયદે ગેસ રીફીલિંગનું કારસ્તાન પકડી પાડ્યું હતું. જયાંથી પોલીસે નાના મોટા ૧૭ નંગ ગેસના બાટલાઓ, ઉપરાંત ગેસ રીપેરીંગના સાધનો, પાના પકકડ, મોબાઈલ ફોન, અને રૂપિયા ૫,૭૬૦ની રોકડ રકમ વગેરે મળી કુલ ૬૧,૯૬૦ નો મુદ્દા માલ કબજે કર્યો છે, અને ઉપરોક્ત સ્થળેથી મુસ્તાક ઉમરભાઈ મનોરિયા, અને નિમ્બર સુકઈભાઈ નામના બે શખ્સોની અટકાયત કરી લીધી છે. જેઓ મહિપતસિંહ જાડેજાના કહેવાથી ગેસ રીફિલિંગ કરતા હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.