રસ્તા ખરાબ:અયોધ્યામાં પહેલા વરસાદમાં જ રામપથ પર ગાબડાં, ત્રણ એન્જિનિયર સસ્પેન્ડ, કંપની સામે કાર્યવાહી નહીં - At This Time

રસ્તા ખરાબ:અયોધ્યામાં પહેલા વરસાદમાં જ રામપથ પર ગાબડાં, ત્રણ એન્જિનિયર સસ્પેન્ડ, કંપની સામે કાર્યવાહી નહીં


અયોધ્યામાં રામલલ્લાના અભિષેક બાદ ચોમાસાના પહેલા જ વરસાદમાં અનેક ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો. પહેલા વરસાદને કારણે અયોધ્યાના નયા ઘાટથી લઈને સહાદતગંજ સુધીના 12.94 કિલોમીટર લાંબા રામ પથ પર 13 ખાડાઓ પડી ગયા હતા. જન્મભૂમિ પથ અને ધર્મપથ પણ રામ પથ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન સહિત અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ખરાબ હાલતની તસવીરો સામે આવ્યા બાદ સરકારની ટીકા થવા લાગી. યોગી આદિત્યનાથ સરકારે શુક્રવારે PWD એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધ્રુવ અગ્રવાલ તેમજ એક AE અને JEને સસ્પેન્ડ કર્યા છે. મળતી માહિતી મુજબ રામ પથના નિર્માણ પાછળ 844 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બાંધકામ માટેનું ટેન્ડર આર એન્ડ સી ઇન્ફ્રા એન્જિનિયરિંગ કંપનીને આપવામાં આવ્યું હતું. તેમ છતાં કંપની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શુક્રવારે અયોધ્યાના બીજેપી ધારાસભ્ય વેદ પ્રકાશ ગુપ્તા સીએમ યોગી આદિત્યનાથને મળ્યા હતા અને અયોધ્યાના વિકાસ કાર્યોમાં બેદરકારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિષ્ઠિત કંપની LTને પણ રામ પથના નિર્માણમાં રસ હતો, પરંતુ તેને કામ આપવામાં આવ્યું ન હતું. સસ્પેન્ડેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધ્રુવ અગ્રવાલે જણાવ્યું હતું કે, LT રામ પથના નિર્માણ માટે વધુ 100 કરોડ રૂપિયાની માંગ કરી રહી હતી, તેથી જેણે સૌથી ઓછું ટેન્ડર સબમિટ કર્યું તેને કામ મળ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.