કોંઢ ગામે મેળામાં જુગાર રમતા શખ્સોએ પોલીસકર્મી ઉપર હુમલો કર્યો - At This Time

કોંઢ ગામે મેળામાં જુગાર રમતા શખ્સોએ પોલીસકર્મી ઉપર હુમલો કર્યો


- કોંઢના પૂર્વ સરપંચ અને હળવદના પોલીસકર્મી સહિત 30 શખ્સો સામે ફરિયાદસુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે યોજાતા શ્રાવણી અમાસના મેળામાં જુગાર રમતા તત્વોએ પોલીસ કર્મી ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો હતો. તેમાં પોલીસે ત્રીસ જેટલા શખ્સો સામે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.કોંઢ ગામે આવેલા કોંઢેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણી અમાસના દિવસે દર વષની જેમ શનિવારે મેળો યોજાયો હતો. તેમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોવાથી બીટ જમાદાર મહિપાલસિંહ કોડીયાએ તેમને ઠપકો આપતા ઉશ્કેરાયેલા જુગારીયાઓએ મહિલપાલસિંહ ઉપર હુમલો કરી ઈજા કરતા તેમને તાબડતોબ સારવાર માટે સુરેન્દ્નગર સી.યુ.શાહ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. બનાવ અંગે મહિપાલસિંહે કોંઢના પૂર્વ સરપંચ અને હળવદના પોલીસકર્મી સહિત ૩૦ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.