કોન્ટ્રાકટરની કાર બોગસ આધાર કાર્ડ બનાવી બારોબાર વેંચી નાંખી - At This Time

કોન્ટ્રાકટરની કાર બોગસ આધાર કાર્ડ બનાવી બારોબાર વેંચી નાંખી


મોટા મવામાં રહેતા ભરત કુછડીયા નામના શખ્સે ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા યુવાનનો ટ્રક પચાવી પાડયા બાદ જલારામ સોસાયટીમાં રહેતા કોન્ટ્રાકટરની કાર ખરીદયા બાદ અડધી રકમ બાકી રાખી કારની લેણી રકમ લેવા જતા આરોપીએ કોન્ટ્રાકટરના બોગસ આધારકાર્ડ બનાવી કાર બારોબાર વેંચી નાખ્યાનું ખુલ્યુ હતું. બનાવ અંગે યુનિ. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
બનાવ અંગે યુનિ. રોડ પર જલારામ સોસાયટી-2માં રહેતા સંજયભાઇ રમણીકભાઇ વણઝારા (ઉ.વ.44)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભરત દેવા કુંછડીયાનું નામ આપતા ગાંધીગ્રામ પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ ક્ધસ્ટ્રકશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની પાસે હોન્ડા સીટી કાર છે.
જે કાર તેઓને વેચાણથી આપવી હોય જેથી મિત્ર ભાવેશ પીઠડીયાને વાત કરી હતી. ગત તા. 23-3ના ભાવેશ પીઠડીયાનો ફોન આવેલ કે મારા મિત્ર ભરત કુંછડીયાને કાર લેવી છે. જેથી તમે કાર લઇ વોકહાર્ટ હોસ્પિટલ પાછળ માધવ ટી સ્ટોલ પાસે આવો જેથી કાર લઇને ત્યાં ગયેલ અને ભરત પીઠડીયા સાથે મળી કાર રૂા.6 લાખમાં દેવાનું નકકી થયેલ અને રોકડા રૂપિયા 3 લાખ આપેલ અને બાકીના રૂા. 3 લાખ બે માસના સમયગાળામાં આપવાના હતા. જેમની સિકયુરીટી પેટે ભરતે ચેક આપેલ હતો.
બીજા દિવસે આરોપી ભરતને ગાડી વેંચાણ અંગેનો કરાર કરવાનો કહેતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો અને એક માસ સુધી કરાર કરી આપેલ ન હતો. એક માસ બાદ તેઓને પરિવહન એકટ દ્વારા જાણવા મળેલ કે આરોપીએ કાર કેશોદના રાજેશભાઇ કોથળીયાના નામે ટ્રાન્સફર કરાવેલ છે. જે બાદ ગત તા. 20-6ના જુનાગઢ આરટીઓમાં આરટીઆઇ મારફત માહિતી માંગતા જાણવા મળેલ કે તેમના નામનું ખોટુ આધારકાર્ડ બનાવી જેમાં તેમનું નામ ફોટો, સરનામુ જોડી આરટીઓના ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી કાર ટ્રાન્સફર કરીને વેંચી નાંખી હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિ. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ગઠીયાએ ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી યુવાન પાસે રૂા. 11.17 લાખનો ટ્રક પડાવી લેતા બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.