ટ્રકે અડફેટે લેતા આશાસ્પદ યુવાનનુ મોત - At This Time

ટ્રકે અડફેટે લેતા આશાસ્પદ યુવાનનુ મોત


પ્રાંતિજના સાદોલીયા પાસે એક ટ્રકચાલકે સામેથી આવતા બાઇકચાલકને અડફ્ટે લેતા બાઇક ચાલકનુ ધટના સ્થળ પર જ  કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ અને બાઇક પાછળ બેઠેલ યુવાનને પણ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો.
પ્રાંતિજના સાદોલીયા પાસે ટ્રક નંબર GJ ૦૯ Z ૯૩૪૭નો ચાલક ટ્રક ફૂલ સ્પીડમાં લઈ સામેની સાઈડમાં આવતાં અને બાઈક નં- GJ ૦૯ DE ૬૭૭૯ને ટક્કર મારતા બાઇક ઉપર ધરે જઈ રહેલ મહુડીના હડદ ગામના બાઇકચાલક ચેતનસિંહ ભવાનસિંહ રાઠોડનુ અકસ્માતમાં ધટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ. આ ઉપરાંત અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા અનોડીયા ગામના અરવિંદસિંહ જસવંતસિંહ રાઠોડને શરીરે ગંભીર ઈજાઓ થતા તેવોને સારવાર અર્થે હિંમતનગર સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. મૃતક ચેતનસિંહ ભવાનસિંહ રાઠોડ તથા તેનો મિત્ર અરવિંદ
સિંહ રાઠોડ કમાલપુર ચોકડી પાસે આવેલ એક બેટરી બનાવતી કંપનીમાં નાઇટ ડ્યુટી કરીને સવારે ધરે જઇ રહ્યા હતા. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી ફરાર ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતકના મોતને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઉપરાંત રેતી ભરી જતાં ટ્રકચાલક સામે કડક પગલાં લેવા ગ્રામજનોએ માંગ કરી છે.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.