રાજકોટમાં પૂર્વ મેયરના ઘરમાંથી 19 લાખના સોનાના દાગીનાની ચોરી, ઘરના રીનોવેશન કામ દરમિયાન ચોરીની શંકા
રાજકોટ શહેરમાં ચોરી અને લૂંટફાટના કેસમાં વધારો થઈ રહ્યો છે. પૂર્વ મેયરના મકાનમાંથી 19 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર, રાજકોટ શહેરના રહ્યા રોડ પર શિવાજી પાર્કમાં રહેતા પૂર્વ મેયર ગોવિંદ સોલંકીના પુત્ર મોહિત સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ત્રણ મહિનાથી તેના મકાનનું રીનોવેશનનું કામ ચાલતું હતું. મકાનના રીનોવેશનને લઈને અનેક શ્રમિકોની ઘરમાં ચહલપહલ રહેતી હતી. ગત તારીખ 22ના રોજ પૂર્વ મેયરના પત્નીએ પોતાના કબાટમાંથી કાઢીને દાગીના પહેર્યા હતા અને ફરી દાગીના પહેરીને કબાટમાં મૂકી દીધા હતા. જોકે બાદમાં ગત તારીખ 27ના રોજ સવારે દાગીના કાઢવા માટે જ્યારે રૂમમાં ગયા તો કબાટનો લોક તૂટેલો હતો અને સોનાના દાગીના પણ તેમાંથી ગાયબ હતા. આ બાબતે પિતા પુત્રને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘરે આવ્યા હતા અને તપાસ કરી તો જાણવા મળ્યું કે સોનાનો ચેન, મોતીનો હાર, વીંટી, સોનાનું મંગલસૂત્ર, નથડી, હીરાની બુટ્ટી તેમજ કાનમાં પહેરવાના ઝુમ્મર, પેન્ડલ સેટ સહિત 19 લાખની કિંમતના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. હાલ પોલીસ દ્વારા આ બાબતે શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.