પાર્સલ ખોલતાંની સાથે જ પિતા-પુત્રીનાં મોત
આજકાલના જમાનામાં અનેક લોકો સ્થાનિક બજારમાંથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરવાને બદલ ઓનલાઈન ખરીદી કરીને મોબાઈલ સહિત અન્ય ચીજવસ્તુઓ સસ્તા ભાવે મળતી હોવાની લાલચ રાખે છે ત્યારે ગુરૂવારે વડાલી તાલુકાના વેડાછાવણી ગામે રહેતા એક પરિવારના મોભીના નામે પાર્સલ પર પેનથી લખાયેલુ સરનામા મુજબ એક રિક્ષાચાલક પાર્સલ લઈ આવી મૂકીને જતો રહ્યો હતો. ત્યારબાદ પરિવારના મોભીએ પાર્સલ ખોલ્યું ત્યારે અચાનક ધડાકો થતાં ઘરના મોભીનું ઘટના સ્થળે તથા અન્ય એક સભ્યનું હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. જોકે અન્ય ત્રણ જણાને ઈજા થતાં સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.