લુણાવાડા વેદાંત સંકૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી - At This Time

લુણાવાડા વેદાંત સંકૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી


મહીસાગર જિલ્લાના લુણાવાડા વેદાંત સંકૂલ ખાતે નાયબ વન સંરક્ષકશ્રી નેવિલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રીએ આ વર્ષની વિશ્વ પર્યાવરણ દિવસની યુનાઈટેડ નેશન્સ દ્વારા નક્કી કરવામાં આવેલ થીમ લેન્ડ રીસ્ટોરેશન ડેઝર્ટીફીકેશન એન્ડ ડ્રાઉટ રિઝલિયન્સ “Land Restoration, Desertification and Drought Resilience” વિષે માહિતી આપતા જમીનનો પુનરુધ્ધાર અને રણ તેમજ દુકાળને કેવી રીતે અટકાવી શકીએ તે અંગે માહિતગાર કર્યા હતા.તેમણે આજથી સ્કૂલમાં પર્યાવરણ દિવસની ઉજવણીથી શરૂઆત કરી આગામી દિવસોમાં જીલ્લામાં સરકારી,સહકારી અને ખાનગી સંસ્થાઓ તેમજ વ્યક્તિગત ધોરણે મળીને વૃક્ષારોપણ અભિયાનની જાણકારી આપી હતી.મહીસાગર જીલ્લામાં 1500 હેક્ટર થી વધારે વિસ્તારમાં ૨૫ લાખથી વધુ રોપાઓના વાવેતરના લક્ષ્યાંક સાથે આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનના અભિયાનમાં સૌને જોડાવવા અપીલ કરી હતી.
આ કાર્યક્ર્મમાં આર એફ ઓશ્રી વૈભવ હારેજા, શાળા ટ્રસ્ટીઓ હીરાભાઈ, મહેશભાઈ, વન કર્મીઓ સહિત શાળા પરિવારની ઉપસ્થિતિમાં સૌએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ રક્ષાનો સંકલ્પ લીધો હતો.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.