રાજકોટમાં હાર્ટ એટેકે લીધો વધુ એકનો ભોગ, 33 વર્ષીય રાજકુમાર અચાનક જ ઢળી પડ્યો, તબીબે મૃત જાહેર કર્યો - At This Time

રાજકોટમાં હાર્ટ એટેકે લીધો વધુ એકનો ભોગ, 33 વર્ષીય રાજકુમાર અચાનક જ ઢળી પડ્યો, તબીબે મૃત જાહેર કર્યો


છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં 33 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો. માલતી વિગતો અનુસાર શહેરની ગીતગુર્જર સોસાયટીમાં રહેતા 33 વર્ષીય રાજકુમાર આહુજા નામનો યુવક ગઈકાલે અચાનક બેભાન થઇ ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોકટરોએ યુવાકને મૃત જાહેર કર્યો હતો. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ મોકલવામાં આવ્યો છે. હોસ્પિટલના તબીબોએ યુવકના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું છે.
રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં હાર્ટ એટેકની ત્રણ ઘટનાઓ સામે આવી હતી. જેમાં યુવતી સહિત 2 વ્યક્તિઓના મોત થયા હતા તો એક યુવાનનો જીવ બચી ગયો હતો.મહેસાણાના દેદિયાસનની આર.જે.સ્કૂલમાં શનિવારે પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આર.જે સ્કૂલમાં ઋચિકા શાહ (ઉં.વ 23) નામના શિક્ષિકાને ગરબા રમ્યા બાદ તેમની અચાનક જ તબિયત લથડી હતી.ત્યારબાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું.23 વર્ષીય શિક્ષિકા ઋચિકા શાહના અકાળે અવસાનથી પરિવારમાં માતમ છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.