નેત્રંગ રેફરલ હોસ્પિટલ ના રેસીડેન્સી એરીયામા વરસાદી પાણી ભરાતા સ્ટાફ હેરાનપરેશાન.મેલેરિયા,ડેન્ગ્યુ,ચીકનગુનીયા વિગેરે પાણીજન્ય રોગચારો નગરમા ફેલાવાનુ કેન્દ્ર બિંદુ
નેત્રંગ રેફરલ હોસ્પિટલ ના રેસીડેન્સી એરીયામા વરસાદી પાણી ભરાતા સ્ટાફ હેરાનપરેશાન.
તાલુકાની મુખ્ય આરોગ્ય વિભાગ ની કચેરી પાસેજ ખાળ કુવાઓ ઢાંકણ વગરના.
મેલેરિયા,ડેન્ગ્યુ,ચીકનગુનીયા વિગેરે પાણીજન્ય રોગચારો નગરમા ફેલાવાનુ કેન્દ્ર બિંદુ
નેત્રંગ નગરમા તાલુકા સેવાસદન ની સામે આધુનિક સુવિધાઓ વાળી લાખો રૂપિયા ની લાગત થી રેફરલ હોસ્પિટલ સહિત ડૉક્ટર સહિત સ્ટાફ માટે બહુમાળી વાળા રહેઠાણનુ નિમાઁણ કરવામા આવેલ છે.
જેમા હાલમા જુનુ તેમજ નવુ બહુમાળી વાળા રહેઠાણ વિસ્તારમા ચોમાસાની સિઝન દરમિયાન ધુટણ સમા પાણી ભરાઇ જતા હોવાથી હોસ્પિટલ નો સ્ટાફ હેરાનપરેશાન થઇ ગયો છે. નવુ બનાવવામા આવેલ બહુમાળી રહેઠાણ ના નિમાઁણમા નકરી વેઠ ઉતરવામા આવી છે. જેને લઇ જુ સમયમાં જ કલર ઉખડી જવા પામ્યો છે.ખાળકુવા ઉપર તકલાદી ઢાંકણ ફીટ કરેલ હોય જે તુટી જતા લાંકડાનુ બારણુ તેની ઉપર ઢાકવામા આવેલ છે.ખાળકુવાનુ પાણી પણ રહેઠાણ વિસ્તારમા ફેલાતા મચ્છર જન્ય રોગ ચારો નગરની મુખ્ય જન આરોગ્ય સુવિધા માટે બનાવેલ રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડ માંથી અન્ય વિસ્તારમા ફેલાઇ તેવી સકીયતાઓ સેવાઇ રહી છે. અહિયા નજીક મા જ તાલુકાની મુખ્ય આરોગ્ય અધિકારીની કચેરી પણ આવેલ છે. રહેઠાણ વિસ્તારમા સ્ટીટ લાઇટ પણ બંધ હાલતમા હોવાથી ઓર પરેશાની સ્ટાફ ને ભોગવવી પડી રહી છે. રહેઠાણ વિસ્તાર મા ભરાતા પાણી,ખાળકુવાઓના તુટેલા ઢાંકણો. બંધ રહેતી સ્ટીટ લાઇટો બાબતે જેતે વિભાગનુ દયાન દોરવા છતા પણ આ બાબતે યોગ્ય કાર્યવાહી જવાબદાર અધિકારીઓ થકી કરવામા આવતી નથી.જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આ બાબતે યોગ્ય ધટતુ તાત્કાલિક કરે તે જરૂરી છે.આ બાબતે જીલ્લા કલેક્ટર પણ દયાન પરલે તે જરૂરી બાબત છે.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.