અષાઢીબીજ ની ધારાવાડી ની ઐતિહાસિક પરંપરા દુધ‌ઈ માં હજુ જીવંત - At This Time

અષાઢીબીજ ની ધારાવાડી ની ઐતિહાસિક પરંપરા દુધ‌ઈ માં હજુ જીવંત


*મુળી ના ગામડાઓ માં અષાઢીબીજ ની ઐતિહાસિક પરંપરા "ધારાવાડી" હજું છે જીવંત*

*ગ્રામ્ય દેવી દેવતાઓ ને નિવૈધ કરી ગામ ફરતે જળધારા સાથે સુતરની આંટી ની પરંપરા*

ધારાવાડી શબ્દ નવી પેઢી ના યુવાનો માટે અજુકતો સમજણ બહાર છે ત્યારે અષાઢી બીજ એ ખેડૂતો માટે નવું વર્ષ ની સાથે વરૂણદેવ ને રિજવવા સાથે પ્રાર્થના કરી વરસાદ સારો થાય અને આ વર્ષ અનાજ બહોળુ પાકે ધાન્ય ના ઢગલાઓ ખેડૂતો ખેતર થી લાવે સાથે પશુઓ ને બહોળી જગ્યા માં ઘાસચારો થી તૃપ્તિ થાય તે માટે એક ઐતિહાસિક પરંપરા વર્ષોથી ગામડાઓ માં ચાલી આવે છે હવે તે પણ સમયપ્રમાણે ઓછી થતી જાય છે ત્યારે અષાઢી બીજ ના સવારના ગામ ના લોકો ઢોલ વાગે એટલે ગામ ઝાંપે એકઠા થાય છે અને ગામ નું તોરણ બાંધેલ હોય ત્યાં જે દેવીમાતા ના બેસણા હોય તેમના સહિત તમામ ને નવી ધજા લહેરાવવામાં આવે છે બાદ ગઢેચીમાતા સાથે રામાપીર મંદિર અંબાજી મંદિર રામજી મંદિર વાસુકીદાદા સહિત સમગ્ર ગ્રામ્યદેવી દેવતા ઓને નવી ધજા સાથે શ્રીફળ વધેરવામાં આવે છે ત્યારબાદ ગામ ફરતે સુતરની આંટી અને જળધારા થકી એક રક્ષણ કવચ મેળવવાં માટે ની વિધી હોય છે સાથેસાથે પ્રાર્થના કરે છે કે આ વર્ષ સારું નિરોગી રહે વરસાદ ભરપૂર થાય ખેડૂતો પશુ પંખીઓ ને ખોરાક સાથે ધાન્યના ઢગલા થાય આ આખી ગામલોકો ની યાત્રા ગામ પ્રદિક્ષણા કરવામાં આવે છે જેમાં ગામ ના આગેવાનો સાથે એક પંચ પણ હોય છે સાંજે ગામ દેવી દેવતાઓ ને નિવૈધ પ્રસાદ જુવારવામા આવે છે તેમાં લાપસી-સુખડી-ચોખા-સાથે મગ નો પ્રસાદ ધરાવે છે અને સાંજે અષાઢીબીજ ના ચંદ્રમા બીજ ના દર્શન કરી ગામલોકો ઓતપ્રોત બની ધન્યતા અનુભવે છે અને બીજ દર્શન કરી આવનાર વર્ષ કેવું રહેશે તેની આગાહી પણ કરવામાં આવે છે ત્યારે હવે આ ધારાવાડી ની પરંપરા બહુજ ઓછી જગ્યાએ જોવા મળે છે ત્યારે મુળી ના દુધ‌ઈ સહિત ના ગામોમા આ ઐતિહાસિક પરંપરા જોવા મળે છે

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.