યુવતીને બોલાવી માતા, પિતા અને મિત્ર સાથે મળી છરીથી રહેંસી નાખી, હત્યાનો ભેદ ઉકેલાયો - At This Time

યુવતીને બોલાવી માતા, પિતા અને મિત્ર સાથે મળી છરીથી રહેંસી નાખી, હત્યાનો ભેદ ઉકેલાયો


બે દિવસ પૂર્વે રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી યુવતીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. જે ઘટનામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને હત્યાનો ભેદ ઉકેલી દેવામાં સફળતા મળી છે. પોલીસે યુવતીના પ્રેમી તેમજ તેના માતા, પિતા, મિત્ર અને એક સગીર આરોપી સહિત 5 આરોપીને ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, યુવતી અને આરોપી યુવક વચ્ચે પ્રેમ સંબંધ હતો. યુવતી લગ્ન કરવા માટે દબાણ કરતી હતી, પરંતુ બન્ને વચ્ચેની ઉંમરમાં તફાવત હોવાથી યુવકના પરિવારજનોએ ઇન્કાર કર્યો હતો. જેના દબાણથી કંટાળી યુવકે તેના મિત્રો તેમજ માતા- પિતા સાથે મળી યુવતીને લગ્ન કરવાના બહાને બોલાવી બાદમાં ઉપરા-છાપરી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.