ધોળા જંક્શનમાં પાણી ઉડ્યાના મામલે યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો છરી વડે હુમલો - At This Time

ધોળા જંક્શનમાં પાણી ઉડ્યાના મામલે યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો છરી વડે હુમલો


ઉમરાળાના ધોળા જંક્શન ખાતે ખાડામાં પડેલા પાણી પરથી સ્કુટર પસાર થતાં ખાડાનું પાણીના છાંટા ઉડ્યા હોય જે અંગે ઠપકો આપતા ત્રણ શખ્સ ઉશ્કેરાઇ જઇ યુવાન પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી ધોળામાં રહેતા વિજયભાઇ બાબુભાઇ મકવાણાએ એવી ફરિયાદ નોંધાવી હતી કે પોતાના ઘર નજીક રોડ પર પડેલા ખાડામાં પાણી ભરાયેલું હોય ધોળામાં જ રહેતો રોહન રાઠોડ નામનો શખ્સ સ્કુટર લઇ નિકળતાં ખાડાના પાણીમાંથી છાંટા ઉડ્યા હોય જે અંગે વાત કરતાં રોહન પલાભાઇ રાઠોડ ઋત્વીક પલાભાઇ રાઠોડ અને કરણ ભરતભાઈએ ઉશ્કેરાઇ જઇ એક સંપ કરી પાઇપ ધોકા અને છરી વડે હુમલો કરી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે ઉમરાળા પોલીસે વિજયભાઇ ની ફરિયાદના આધારે ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image