આજ રોજ ૧૦૩ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વીજળી સસ્તી કરો આંદોલનને લઈને વડલા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું - At This Time

આજ રોજ ૧૦૩ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વીજળી સસ્તી કરો આંદોલનને લઈને વડલા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું


આજે ભાવનગર લોકસભા પ્રમુખ શ્રી ઉમેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં અને વિધાનસભાના ઈનચાર્જ રમણીક જાની ની આગેવાનીમાં શિહોર વડલા ચોક ખાતે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ ટેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ રેલી સ્વરૂપે હાથમાં બેનરો સાથે દિલ્હી અને પંજાબ જેમ વીજળી સસ્તી કરો અથવા ખુરશી ખાલી કરો એવો સ્પષ્ટ સંદેશ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ હસમુખભાઇ દોમડીયા, પૂર્વ પ્રદેશ સહમંત્રી ખુમાનસિંહ ગોહિલ, માલધારી સેલ પૂર્વ અધ્યક્ષ અશોકભાઈ ગોહિલ, તમામ સર્કલ ઈનચાર્જ હાર્દિક દોમડીયા, જીતુ ઉપાધ્યાય,. ડો. અલ્પેશ રાવલ, કાનજીભાઈ મારૂ, નિતીનભાઈ પટેલ, દિનેશ રાઠોડ, સંજય સોલંકી, વિપુલ ચૌહાણ, હિદાયત મહેતર, પૂર્વ વિધાનસભા પ્રભારી નિકુલસિંહ ઝાલા વગેરે પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત વીજ આંદોલન દરમિયાન રેલી સ્વરૂપે નીકળેલા કાર્યકરો ની શિહોર પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.