વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું લાખણકા વાસીઓએ કર્યુ ભવ્ય સ્વાગત
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું લાખણકા વાસીઓએ કર્યુ ભવ્ય સ્વાગત
બોટાદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આ યાત્રાના ત્રીજા દિવસે ગઢડા તાલુકાનાં લાખણકા ગામે યાત્રા રથ આવી પહોંચતા બાળાઓએ કુમકુમ તિલક કરીને રથનું સ્વાગત કર્યું હતા.આ પ્રસંગે વિવિધ મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યાં હતાં તેમજ લોકોને સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.મહાનુભાવોના હસ્તે લાખણકા ગામના તલાટીને નલ સે જલ યોજનામાં ગ્રામ પંચાયતમાં ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.