રૈયારોડ વૈશાલીનગરમાં રહેણાક મકાનમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
ગાંધીગ્રામ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન રહેણાક મકાનમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ ગુનો નોધેલ છે.પી.આઈ.એસ.આર.મેઘાણીની સુચના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોવર્ડનાં ઈન્ચાર્જ પો.સબ.ઈન્સ.એસ.એલ.ગોહિલ સહિતના સ્ટાફે પો.કોન્સ મુકેશભાઈ સબાડ અને રોહિતઘન ગઢવી, પ્રદિપભાઈ ડાંગરની બાતમી આધારે રૈયારોડના વૈશાલીનગર શેરી.10 રાજ પ્રોવિઝન સ્ટોર પાસે જાહીદ લતીફ કારીયાણીયાનાં રહેણાંક મકાનમાં જુગાર રમતા જાહીદ લતીફ, ઈશુ ઉર્ફે વિશુ દલુભાઈ પટગીર, પરેશ પ્રદિપભાઈ શર્મા, રઘુ રૂપાભાઈ સાંગડીયા, સંજય ધીરૂભાઈ દેત્રોજાને રોકડ રૂ।.10,250નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધેલ છે. આ કામગીરી પો.ઈન્સ.એસ.આર.મેઘાણી તથા પો.સબ.ઈન્સ એલ.એલ.ગોહીલ તથા પો.હેડ.કોન્સ મશરીભાઈ ભેટારીયા, ભગીરથસિંહ જાડેજા, શબ્બીરખાન મલેક તથા પો.કોન્સ અમીનભાઈ ભલુર રોહીતદાન ગઢવી, મુકેશભાઈ સબાડ, પ્રદિપભાઈ ડાંગર, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઈ મકવાણા, પ્રશાંતભાઈ ગજેરા એ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.