વિજાપુર જાયન્ટ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર - At This Time

વિજાપુર જાયન્ટ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર


મહેસાણા જિલ્લા ના વિજાપુર તાલુકા માં અષાઢી બીજના પવિત્ર દિવસે જાયન્ટ્સ વિજાપુર દ્વારા ડ્રીમ ફાઉન્ડેશનના સૌજન્યથી સ્વ આર.કે. જોશી સાહેબની યાદમાં આયોજિત રક્તદાન કેમ્પમાં વિજાપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી ડો સી.જે ચાવડા સાહેબ, જિલ્લા સદસ્ય હર્ષદભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી વિજયભાઈ પટેલ, ગોવિંદપુરા જૂથ પંચાયતના પૂર્વ સરપંચશ્રી માધુભાઈ પટેલ, ડો પી.ટી.પટેલ, જગદીશસિંહ વિહોલ અને રક્તદાતાઓ તેમજ જાયન્ટ્સ વિજાપુરના પ્રમુખ,મંત્રીશ્રી અને તમામ સભ્યો હાજર રહ્યા.💐
આ તકે 55 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું.
જાયન્ટ્સ પ્રમુખ ઉષાબેન પટેલ અને ડ્રીમના ફાઉન્ડર કૌશિક પટેલ દ્વારા તમામ રક્તદાતોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો. રિપોર્ટર મુકેશભાઇ પ્રજાપતિ વિજાપુર ખરોડ મો.9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.