અગ્નિકાંડ બાદ એલર્ટ, લોકમેળામાં થ્રી લેયર સિક્યુરિટી, ડ્રોનથી જનમેદની કંટ્રોલ કરાશે, 30 ટકા સ્ટોલ અને રાઈડઝમાં ઘટાડો - At This Time

અગ્નિકાંડ બાદ એલર્ટ, લોકમેળામાં થ્રી લેયર સિક્યુરિટી, ડ્રોનથી જનમેદની કંટ્રોલ કરાશે, 30 ટકા સ્ટોલ અને રાઈડઝમાં ઘટાડો


રાજકોટમાં TRP ગેમ ઝોન દુર્ઘટના બાદ સાતમ આઠમના મેળામાં ખાસ તકેદારી રાખવામાં આવશે. 30 ટકા સ્ટોલ અને રાઈડઝ ઘટાડવામાં આવી છે. જેથી પૂરતી સ્પેસ મળે. એમ્બ્યુલન્સની પણ યોગ્ય સ્પેસ રાખવામાં આવી છે. ડ્રોનથી જનમેદની ઉપર નજર રાખવામાં આવશે. દરેક સ્ટોલ પર અગ્નિશામક સાધનો ફરજિયાત રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. CCTVની સંખ્યા વધારવામાં આવશે. જેથી જનમેદની વધે ત્યારે થ્રી લેયર સિક્યુરિટી રાખી પબ્લિકની એન્ટ્રી બંધ કરી શકીએ. રાજકોટ લોકમેળાનું નામ શું રાખવું તે માટે અખબારમાં જાહેરાત આપી નામ મંગાવવામાં આવશે. બાદમાં શ્રેષ્ઠ નામ આપનારને વિજેતા જાહેર કરી રોકડ ઈનામ આપવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.