હળવદના જુના અમરાપર નજીક કારે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર દંપતીનું મોત - At This Time

હળવદના જુના અમરાપર નજીક કારે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર દંપતીનું મોત


હળવદ તાલુકાના જુના અમરાપર ગામ પાસેથી બાઈકમાં દંપતી જઈ રહ્યું હોય ત્યારે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં દંપતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અકસ્માતના બનાવને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટીકરના રહેવાસી અશ્વિનભાઈ પરમાર અને તેના પત્ની મુક્તાબેન કામ અર્થે હળવદ આવ્યા હતા અને હળવદથી બાઈક લઈને ટીકર તરફ જતા હોય ત્યારે જુના અમરાપર નજીક કાર ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક સવાર અશ્વિનભાઈ પરમાર અને મુક્તાબેન પરમારનં મોત હતું હતું

જે બનાવને પગલે આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળો દોડી ગયા હતા બનાવની જાણ થતા હળવદ પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે તેમજ અકસ્માતના બનાવ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.