ચાંપલાનાર ગામે  રોડ ઉપર માટીના પાળા કરાતાં વાહન ચાલકોને હાલાકી - At This Time

ચાંપલાનાર ગામે  રોડ ઉપર માટીના પાળા કરાતાં વાહન ચાલકોને હાલાકી


રિપોર્ટર સદ્દામ મનસુરી
સાબરકાંઠા હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામને જોડતા રોડ ઉપર  ખેડૂતોએ માટીના મોટા મોટા પાળા બનાવી દેતા રસ્તા પર જતા વાહન ચાલકો હાલાકીમાં મૂકાયા છે. રોડની  સાઈડોમાં મસ મોટા પાળા બનાવી દેવામા આવતાં ડામર રોડ ઢંકાયી ગયો છે અને કેટલાયે ઠેકાણે રોડની સાઈડમાં ઉકરડાના દબાણો  પણ થયાં છે જેના કારણે સાંકડા બનેલા રોડ ઉપર માર્ગ અકસ્માત થાય તો કોઈ નવાઈ જ નહી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.