ચાપરડા બ્રમ્હાનંદ ધામ ખાતે શૈક્ષણિક સાહિત્ય ગોષ્ટી તથા પંચરંગી કાર્યક્રમ નુ આયોજન.
ચાપરડા બ્રમ્હાનંદ ધામ ખાતે શૈક્ષણિક સાહિત્ય ગોષ્ટી તથા પંચરંગી કાર્યક્રમ નુ આયોજન. સૌરાષ્ટ્ર ના નામાંકિત સાહિત્યકારો ઉપસ્થિત રહેશે વિસાવદર તાલુકા ના ચાપરડા ખાતે બ્રમ્હાનંદ વિદ્યા મંદિર શૈક્ષણિક સંકુલ ખાતે અખિલ ભારતીય સાધુ સમાજ ના પ્રમુખ સંતશ્રી મુક્તાનંદબાપુ ની નિશ્રા માં અને GCERT ગાંધીનગર ના પૂર્વ નિયામક ડો. નલિન પંડિત સાહેબની પ્રેરક શુભેચ્છા અને ઉપસ્થિતિમા સૌરાષ્ટ્ર ના સાહિત્ય કારો ની શૈક્ષણિક સાહિત્ય ગોષ્ટી અને પંચરંગી કાર્યક્રમ નુ આયોજન કરવામા આવેલ છે. આગામી તા ૨૮/૫/૨૩ ના રોજ રાત્રે પ્રથમ બેઠક તેમજ ૨૯/૫/૨૩ ના રોજ સવારે બીજી બેઠક રાખવામા આવેલે છે. આ કાર્યક્રમમાં કવિઓ,લેખકો, નાટ્યકારો,વિવેચકો, વાર્તાકારો ,અભિનેતાઓ,પોતાનો ઓજસ પાથરશે.આ કાર્યક્રમ નુ સંકલન વાસુદેવ સોઢા, સુધીર મહેતા, પરેશમહેતા, ઉદય દેસાઈ કરી રહ્યા છે.કાર્યક્રમ ની જનરલ ઉદઘોષણા ઉદયભાઈ દેસાઈ તેમજ કાવ્ય બેઠક સંચાલન અને સર્જક પરીચય પરેશ મહેતા આપશે.આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહેનાર કવિઓ લેખકો મા કાવ્ય રજુઆત- શશિભાઈ રાજ્યગુરુ કવિ 'હેમાળવી'.કાલિન્દીબેન પરીખ,કનુભાઈ લીમ્બાસીયા,વાર્તા-ગોરધનભાઈ ભેસાણીયા,વર્ષાબેન જોષી, ફીરોઝ હસનાની, નિખિલભાઈ વસાણી, નાટક- સુધીરભાઈ, પ્રકાશભાઈ, કાજલબેન પાનસુરીયા,ચેતનાબેન, મનિષાબેન પરમાર,રુપલબેન ધાનાણી, ગીતો તથા બાલગીત- મહાવિરસિહ ગોહીલ, હસમુખ ભાઈ ટાંક,સુરેશભાઈ નાગલા લઘુકથા-કાળુભાઈ ભાડ અંધશ્રધ્ધા નિવારણ પ્રયોગો- નાનુદાદા ત્રીવેદી તેમજ મોર જાજે ઉગમણે દેશ એ વિવિધ ભાષા મા યાકુબ ભાઈ કોઠારીયા રજુ કરશે. આ કાર્યક્રમ સંદર્ભે સાહિત્ય પ્રેમીઓ મો બહોળો આનંદ પ્રવર્તી રહ્યો છે.
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.