બનાસકાંઠા પાલનપુર ખાતે ચુંટણી અનુલક્ષીને કલેકટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને નોડલ ઓફિસરની તાલીમ યોજાઈ - At This Time

બનાસકાંઠા પાલનપુર ખાતે ચુંટણી અનુલક્ષીને કલેકટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને નોડલ ઓફિસરની તાલીમ યોજાઈ


બનાસકાંઠા પાલનપુર ખાતે ચુંટણી અનુલક્ષીને કલેકટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને નોડલ ઓફિસરની તાલીમ યોજાઈ

ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા નોડલ ઓફિસરોને તાલીમ અપાઇ..

 

(માહિતી બ્યુરો, પાલનપુર)

 

  આગામી તારીખ ૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ની સામાન્ય ચૂંટણી ને અનુલક્ષી પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને નોડલ ઓફિસરોની તાલીમ યોજાઇ હતી..

 

 ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા નોડલ ઓફિસરોને તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા હતા.. 

 

દરેક નોડલ ઓફિસરને સોંપવામાં આવેલ જવાબદારી તેઓ સારી રીતે નિભાવે તે માટે તેમણે તાકીદ કરી હતી. ચૂંટણી કામગીરીમાં રોકાયેલ સ્ટાફનું રેન્ડમાઇઝેશન કર્યા બાદ તમામ કર્મચારીઓની તાલીમ આપવા જણાવ્યું હતું..

 

વિધાનસભા સામાન્ય ચૂંટણીઓની વિવિધ કામગીરીની ફરજો બજાવવા માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ૨૨ જેટલાં નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવેલી છે..

 

 આ નોડલ ઓફિસરોએ ચૂંટણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હથિયારધારી ગાર્ડ સાથે સ્ટ્રોંગ રૂમ સીસીટીવી થી કેમેરાથી સજ્જ રાખવા, ચૂંટણીમાં માટે જરૂરી મટીરીયલ્સ અને મેન પાવર, પોસ્ટલ બેલેટ, વેબકાસ્ટીકની વિગતો, મતદાર જાગૃતિ સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી..

 

 આ બેઠકમાં ચૂંટણી ખર્ચ નિયંત્રણ અને ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલા અધિકારીઓ, કર્મચારીઓને તાલીમ આપવી, ચૂંટણી માટે સ્ટાફ પુરો પાડવો, ઇવીએમ યોગ્ય જગ્યાએ સુરક્ષિત રાખવા, મતદાન/ તાલીમ માટે સમયસર રૂટ મુજબ વાહનો પહોંચાડવા, ચૂંટણી બાબતે જરૂરી મુજબના ફોર્મ, સ્ટેશનરી અન્ય સામગ્રી મેળવવી, અધિકારીઓ, ઉમેદવારો, રાજકીય પક્ષો, મિડીયા વગેરે માટે ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આદર્શ આચારસંહિતને લગતી સુચનાઓનું પાલન અને અમલીકરણ કરાવવું, ચૂંટણી પંચ દ્વારા નિમણુંક થનાર જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વરના આગમન, રોકાણ સંબંધિ વ્યવસ્થા, ચૂંટણી પંચની પ્રવર્તમાન સુચનાઓ અનુસાર કાયદો અને વ્યવસ્થાની તમામ પ્રકારની કામગીરી, બેલેટ પેપર, ડમી બેલેટ, બ્રેઇલ બેલેટ પ્રુફ એપ્રુવ કરાવવા તથા છાપકામ, ચૂંટણી પંચની સુચનાઓ અનુસાર બ્રીફીંગ તેમજ પ્રેસનોટ, જરૂરીયાત મુજબ સોફ્ટવેર તેમજ હાર્ડવેરની જ્યાં જરૂર પડે ત્યાં વ્યવસ્થા કરવી, ચૂંટણીલક્ષી ફરીયાદોના નિકાલ માટે હેલ્પલાઇન નં. ૧૯૫૦ તથા PGR સીસ્ટમના અસરકારક અમલીકરણ માટે તાલીમ આપવી, ડીસ્ટ્રીક્ટ કોમ્યુનિકેશન પ્લાેન તૈયાર કરાવવો, સ્વીપની કામગીરી, અક્ષમ મતદારોને વિશેષ સુવિધા પુરી પાડવી, સ્થળાંતરીત મતદારો શોધવા અને મતદાનના દિવસે મતદાન કરાવવા સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી..

 

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી રીટાબેન પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ. કે. ગઢવી સહિત નોડલ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.. 

રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
સમાચાર તથા જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583 રણછોડસિંહ એસ ચૌહાણ વાવ

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.