ઘરમાં કંકાસથી કંટાળી પતિનો આપઘાત
રાજકોટ તાલુકાના વાછકપર બેડી ગામે ખેતમજુરી કરતા મુળ મધ્યપ્રદેશના વિપુલ પગલેભાઈ વસુનિયા (ઉ.18)એ ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસથી કંટાળી યુવાને પગલું ભર્યું હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ વિપુલ 6 મહિના પહેલા પરિવાર સાથે વાછકપર બેડી ખાતે રામજીભાઈની વાડીએ રહેવા આવ્યો હતો. તે અહીં જ મજુરીકામ કરતો હતો. ગઈકાલે સાંજે 7-30 વાગ્યા આસપાસ વાડીએ વિપુલે ઝેરી દવા પીધા બાદ પોતાના પિતાને ફોન કરી જાણ કરી હતી. વિપુલના પિતા, વાડી માલીક રામજીભાઈ બધા દોડી ગયા હતા અને વિપુલને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
અત્રે સારવારમાં તેનું મોત થતા હોસ્પિટલ ચોકીના હેડ કોન્સ્ટેબલ રામસીભાઈ વરૂએ કુવાડવા રોડ પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ કે.એમ. ઝાલા સ્ટાફ સાથે દોડી આવેલા. મૃતદેહ પીએમ માટે ખસેડી પરીવારની પુછપરછ કરતા વિપુલને પોતાની પત્ની સાથે ઝઘડો થતો હતો. ઘરકંકાસથી કંટાળી તેણે આ પગલું ભરી લીધું હતું. મૃતક 3 ભાઈમાં નાનો હતો. સગીર સંતાનો પિતાની છત્રછાયા ગુમાવતા પરપ્રાંતિય શ્રમિક પરિવારમાં શોક છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.