સંતરામપુરમાં પાણીના વાલ્વ લીકેજ થતાં પાણીનો વેડફાટ
સંતરામપુર નગરમાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક રહીશોને પાણી આપવા માટે નગરના ગોધરા ભાગોળ, બસ સ્ટેશનની સામે, લુણાવાડા રોડ, કારગીલ પેટ્રોલ પંપ, ચાચર ચોક, બાયપાસ, જુમ્મા મસ્જિદની સામે આ દરેક વિસ્તારોમાં વાલ્વ મૂકેલા છે. જેમાંથી કેટલાક સ્થળે વાલ્વ લીકેજ હોવાને કારણે પાણી સમય દરમિયાન પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. પાણી રસ્તા ઉપર વહેતુ હોય છે. સતત પાણીનો બગાડ થતો હોવા છતાં પાલિકાને લીકેઝ વાલ્વનું રિપેરિંગ કરવામાં જરાય રસ નથી. જેને લઇને પાલિકાના પાણી પુરવઠા વિભાગના કર્મચારી અને જવાબદાર અધિકારીની નિસ્કાળજી અને બેદરકારી જોવા મળી આવેલી છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.