જસદણમાં વિછીયા રોડ ઉપર આવેલ શ્રીરામ પાર્કમાં મેન્ટેનન્સ ઉઘરાવતા માથાકૂટ થતા મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ - At This Time

જસદણમાં વિછીયા રોડ ઉપર આવેલ શ્રીરામ પાર્કમાં મેન્ટેનન્સ ઉઘરાવતા માથાકૂટ થતા મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ


( હર્ષદ ચૌહાણ દ્વારા )
જસદણમાં વિંછીયા રોડ ઉપર શ્રીરામ પાર્કમાં રહેતા ભાવનાબેન જગદીશભાઈ પંડ્યા એ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે શ્રીરામ પાર્ક સોસાયટીમાં આવેલ બગીચાના મેન્ટેનન્સ તરીકે એક મહિનાના 500 રૂપિયા ઉઘરાવતા ભાવનાબેનએ ના પાડેલ જેથી તેના જેઠ તથા તેના ભત્રીજા યાજ્ઞિકે ભાવનાબેનના દીકરા સાથે બોલાચાલી કરતા ભાવનાબેન ત્યાં ગયેલ અને તેના ભત્રીજા યાજ્ઞિકે ભાવના બેનને અને તેની દીકરી ને હાથના ભાગે લાકડી મારતા મુંઢ ઇજા થતાં ભાવના બેન પંડ્યાએ અશોકભાઈ પરસોતમભાઈ પંડ્યા તેમજ યાગ્નિક ભાઈ અશોકભાઈ પંડ્યા વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.