માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા થર્ટી ફર્સ્ટ ને લઈ વિવિધ જગ્યા પર ચેકિંગ
થર્ટીફસ્ટની ઉજવણીના નામે દારૂની મહેફિલ માણી જાહેરમાં નીકળતા
પ્યાસીઓને ઝડપી પાડવા માટે છેલ્લા કેટલાક દિવસથી માળીયા હાટીના પોલીસની જુદ જુદા
વિસ્તારમાં ડ્રાઈવ કરવામાં આવી રહી છે.
થર્ટી ફસ્ટ ને લઈ વાહન ચાલોકો ને કોઈ પણ કેફી પીણુ પીધેલ છે કે નહીં તે તપાસવા માટે બ્રેથએનેલાઇઝર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી
નવા વર્ષ માં કેટલાક કેફી પીણું પીધેલા લોકો રાત વિતાવી પડશે જેલ માં
કાળા કાચ, ટ્રીપલ સવારી, ઓવર સ્પિડ વાળા વાહન ચાલકો પાસેથી દંડ વસુલાયો
માળીયા હાટીના શહેર માં વિવિધ વાહન પોઇન્ટ પર તેમજ હાઇવે પર માળીયા હાટીના પી.એસ.આઈ પી.કે . ગઢવી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સ્પેશ્યલ મેગા ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ હતી.
વાહન ચાલોકો પાસે આરસીબુક, પીયૂશી, લાયસન્સ સહિતનાં કાગળની તપાસ હાથધરી હતી તેમજ તપાસ કરેલ
આ તકે માળીયા હાટીના પી.એસ.આઈ પી.કે. ગઢવી સહિત કમલેશભાઈ ડાંગર, વિમલભાઈ ડોબરીયા, અરુણભાઈ મહેતા, પ્રવીણ ભાઈ વાઢેર , પ્રવીણ ભાઈ જેબલિયા,સહિત ના પોલીસ સ્ટાફ દ્વારા તમામ નાના મોટા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.