રાજકોટ:DEOની સાયબર ક્રાઈમમાં અરજી આધારકાર્ડનું કામ કરતી સંસ્થાએ સરકાર સાથે જ કરી છેતરપિંડી !
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી કરવામાં આવી છે. આધાર કાર્ડનું કામ કરતી કંપની સરકારની કીટનો દુરુપયોગ કરી ઠગાઈ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બનાવની વિગત અનુસાર, પરિશ્રમ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા આધાર કાર્ડનું કામ કરવામાં આવે છે. આ કંપનીના જ ઓપરેટર દ્વારા સરકારી કિટનો દુરુપયોગ કરીને ટેકનિકલી ફ્રોડ કરી લોકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે. જેને લઈને સાયબર ક્રાઇમમાં એજન્સી અને તેમાં જવાબદાર લોકો સામે સરકાર સાથે જ ઠગાઈનો આક્ષેપ સાથે અરજી કરવામાં આવી છે. હાલ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અરજીના આધારે સાયબર ક્રાઇમ પોલીસે કામગીરીનો ડેટા તેમજ કીટ મંગાવી છે તેના આધારે તપાસ હાથ ધરી આગળ કાર્યવાહી હાથ ધરાશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.