“પાટીલનો પાવર ઉતારવાનો છે.” અપક્ષ ઉમેદવાર માવજીભાઈનો લલકાર.. - At This Time

“પાટીલનો પાવર ઉતારવાનો છે.” અપક્ષ ઉમેદવાર માવજીભાઈનો લલકાર..


“પાટીલનો પાવર ઉતારવાનો છે.” અપક્ષ ઉમેદવાર માવજીભાઈનો લલકાર..

વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે,10 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે,જેમાં ભાજપ તરફથી ગત વખતે ગેનીબેન ઠાકોર સામે હારેલા સ્વરૂપજી ઠાકોરને ફરીથી રિપીટ કર્યા છે,જ્યારે કોંગ્રેસ તરફથી થરાદમાં ગત વખતે શંકરભાઇ ચૌધરી સામે હારેલા ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવ્યા છે,જ્યારે બીજા નંબરની વોટબેંક ધરાવતા ચૌધરી સમાજને ભાજપ દ્વારા ટીકીટ નહીં અપાતા નારાજ થયેલા ચૌધરી સમાજે પૂર્વ મંત્રી માવજીભાઈ ચૌધરીને અપક્ષ ઉમેદવાર તરીકે સમર્થન કરતાં હાલે ત્રિ પાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે,એક બાજુ ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષો પ્રદેશની નેતાગીરીના માધ્યમથી લોકસંપર્ક કરી મતદારોને રિઝવી રહ્યા છે,નેતાઓ દિવાળી બાદ ઠેરઠેર જાહેર સભાઓ ગજવી રહ્યા છે,જેમાં વાવ તાલુકાના આકોલી ખાતે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે જંગી જાહેર સભા બોલાવી ભાજપ મોવડી મંડળને આડેહાથ લીધા હતા,વિશાળ જનમેદનીને સંબોધતા ભાજપથી નારાજ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે રાજ્યના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને સંબોધી કહ્યું હતું કે આપણે પાટીલનો પાવર ઉતારવાનો છે,ટીકીટ માટેની માંગણી માટે પાટીલ સાથે મુલાકાત કરવા ગયેલા માવજીભાઈને કડવો અનુભવ થતાં તેઓએ અપક્ષ ઉમેદવારી કરી છે,અને ઠેરઠેર વિશાળ જન સમર્થન પણ મળી રહ્યું છે,ત્યારે આકોલી ખાતેની જંગી જાહેર સભાને સંબોધન દરમ્યાન આ પાવરફુલ શબ્દો વાવ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ ચતરાભાઈ ચૌધરી બોલ્યા છે.
છાશ લેવા જાવું અને દોણું સંતાડવું એ અમારા કાઠિયાવાડમાં કહેવત છે. આ કહેવત ગુજરાતના રાજકારણમાં ખુબ લાગુ પડે છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટીવીવાળા, છાપાવાળા અને વિપક્ષના નેતાઓ પોતાના વક્તવ્યમાં ભાજપના નેતાઓનું નામ લઈને વાત કરતા ખુબ ડરે છે.
ચૂંટણી હોય કે પછી કોઈ ઘટના બને ત્યારે મોટી મોટી ફાંકા ફોજદારી કરવી હોય અને નિષ્પક્ષ દેખાવાની ખંજવાળ આવે અને “પાટીલ” કે “સંઘવી” નું નામ લઈને બોલવામાં જેને ડર લાગે એવા ડરપોક વ્યક્તિઓ “તંત્ર” “સરકાર” “અધિકારી” “પ્રશાસન” “સિસ્ટમ” આવા શબ્દો ઉપયોગ કરીને વિરોધ કરવાની પોતાની ખણ મટાડે છે.
વિરોધ કરવો હોય તો મરદની જેમ ખુલ્લીને કરવો જોઈએ બાકી, દેવાયત ખવડ કહે એમ, માયકાંગલાની જેમ એક્ચુલી સરકાર, એક્ચુલી તંત્ર, એક્ચુલી અધિકારી વગેરે બોલવું પણ જોઈએ નહીં.
તંત્ર” “સરકાર” “અધિકારી” “સિસ્ટમ” વગેરે રૂપાળા શબ્દોને ઓથ લેવાના બદલે “પાટીલનો પાવર ઉતારવાનો છે” આ શબ્દો માવજીભાઈને એક જનતાની નજરમાં પાવરફુલ વ્યક્તિ તરીકે રજૂ કરે છે.
મહાભારતના યુદ્ધમાં અર્જુન જ્યારે સામાપક્ષે પોતાના કાકા, ભત્રીજા સહિતના સગાઓને જોઈને વિચલિત થયો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ઉપદેશ આપ્યો કે, રણભૂમિમાં તારી સામે ઊભેલો દરેક વ્યક્તિ કાકા કે ભત્રીજા કે સગાઓ નથી પરંતુ તારો દુશ્મન છે, અને એને હણવો એ જ અર્જુનનું કર્તવ્ય છે.
એવી જ રીતે ચૂંટણીના યુદ્ધના મેદાનમાં માવજીભાઈએ “તંત્ર” “સરકાર” “સિસ્ટમ” “અધિકારી” જેવા રૂપકડા શબ્દોની માયાજાળ કરવાના બદલે સીધો થડ ઉપર ઘા માર્યો એ નોંધપાત્ર છે. સત્તામાં બેઠેલો માણસ ક્યારેય પાવરફૂલ નથી હોતો પરંતુ પાવરફુલ પદ ઉપર બેઠેલા માણસને લલકાર કરી શકે એ વ્યક્તિ પાવરફુલ હોય છે. પાટીલ હોદ્દાના કારણે પાવરફુલ હશે પરંતુ પાટીલને લલકારનાર માવજીભાઈ રીયલ પાવરફુલ વ્યક્તિ ગણી શકાય.એક અપક્ષ ઉમેદવાર બની સરકાર સામે બાયો ચડાવનાર માવજીભાઈ પટેલ હાલે ભાજપ કોંગ્રેસ બન્ને મોટી રાજકીય પાર્ટીઓની ઊંઘ હરામ કરી રહ્યા છે,જીતના દાવાઓ તો દૂર બન્ને રાજકીય પાર્ટીઓ બીજા કે ત્રીજા નંબરે કોણ રહેશે એના ગણિત શરૂ થઈ ગયાં છે, ઘણા સમયથી રાજનીતિમાં રહેલા અને અનેક ચૂંટણીઓ લડી ચૂકેલા માવજીભાઈ એ સમયે પણ કેટલાય પરિણામો પર અસર કરી ચુક્યા છે,અને આજે પણ બન્ને મોટી રાજકીય પાર્ટીઓ વચ્ચે મેદાનમાં એકલવીર બની લડી રહ્યા છે, લોકોમાંથી જુના સમયના એક સૂત્રને સાંભળવા મળ્યું..માવજી ચતરા ભાજપ કોંગ્રેસ બન્ને માટે ખતરા....અહેવાલ નવીન ચૌધરી


6355064637
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.