રાજુલાની જે એ સંઘવી હાઈસ્કૂલમાં પ્રવેશ ઉત્સવ ઉજવાયો - At This Time

રાજુલાની જે એ સંઘવી હાઈસ્કૂલમાં પ્રવેશ ઉત્સવ ઉજવાયો


રાજુલા શહેરની જે એ સંઘવી હાઈસ્કૂલમાં પ્રવેશોત્સવ ઉજવાયો

શ્રી જે.એ. સંઘવી હાઈસ્કૂલ રાજુલા મુકામે શાળા પ્રવેશોત્સવ સમગ્ર ગુજરાતની શાળાઓમાં ત્રણ દિવસના કાર્યક્રમ અંતર્ગત રાજુલા મામલતદાર શ્રીમાળી સાહેબ અને લાલજીભાઈ સિંધવના લાયઝન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી બિપીનભાઈ લહેરી, આચાર્ય, શાળા સલાહકાર સમિતિની સમગ્ર ટીમ, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓની હાજરીમાં ધોરણ 9 અને ધોરણ 11માં નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને કીટ આપી નવા પ્રવેશ માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. લાલજીભાઈ સિંધવ દ્વારા શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.