બોટાદ શહેર PGVCL દ્વારા ભર ઉનાળે લાઈટ ના કાપથી નગરજનો ત્રાહિમામ કરી - At This Time

બોટાદ શહેર PGVCL દ્વારા ભર ઉનાળે લાઈટ ના કાપથી નગરજનો ત્રાહિમામ કરી


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાન નો પારો 42-43 ડિગ્રી એ પહોંચી જાય છે આકાશ માંથી જાણે અગન વર્ષા વર્ષી રહી હોય તેમ તડકો પડી રહ્યો છે ત્યારે બોટાદ PGVCL ના ધાંધિયા બોટાદ શહેર ના ઘણા બંધા વિસ્તારો PGVCL દ્વારા લાઈટો કાપી નાખવામાં આવે છે જેના કારણે નગરજનો ભારે હાલકી ભોગવવી રહ્યા છે હેરાન પરેશાન થઇ રહિયા છે ત્યારે હાલ ખુબ ભંયકર ગરમી અને ઉનાળા ના તડકાં વચ્ચે દિવસ મા બે ત્રણ વાર અચાનક લાઈટો ગુલ કરી નાખતા હોય છે અને જેમાં નાનો પ્રોબ્લેમ હોય તો પણ અંદાજિત બે ત્રણ કલાક સુધી સમગ્ર શહેર ને અધિકારીઓ લાઈટો ગુલ કરી ને બાન મા લેતા હોય તેવું જોવા મળી રહીયુ હતું. તેમજ હાલ લાઈટો ના વધારે ઓછા પાવર ની પણ અસંખ્ય ફરિયાદો આવતી હોય તેમ છતાંય શહેર મા PGVCL ના અધિકારી ધ્યાન આપતાં નથી. જેમાં ખાસ કરી ને મસ્તરામ મંદિર રોડ, તુરખા રોડ,મહાદેવનગર -2 વગેરે વિસ્તાર મા વહેલી સવારે પણ પાવર કાપી નાખે છે અને ડીમ ફૂલ થતો હોય જેના કારણે અનેક નાના મોટા વીજ ઉપક્રણો ઉડી જવા અને નુકશાન આવતું હોય તેવી પણ લોકો મા ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે આ બાબતે યોગ્ય કામગીરી કરવા આવે તેવી લોક માગ ઉઠવા પામી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.