જસદણ ના આંગણે ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રા નું આયોજન
(રિપોર્ટ વિજય ચૌહાણ)
જસદણ ના આંગણે ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રા નું આયોજન હરે કૃષ્ણ મંદિર જસદણ તરફથી કરવામાં આવ્યું છે
જે તારીખ ૧૪/૭/૨૪ રવિવાર અષાઢી આઠમ ના સાંજે ૪:૩૦ વાગ્યે સરદાર ચોક ચિતલિયા રોડ થી પ્રારંભ થશે અને ગંગાભુવન, પંચમુખી હનુમાન,નવા બસ સ્ટેન્ડ, થી ખાનપર રોડ, મોતી ચોક ,શ્રીનાથ ચોક, વેકરીયા ચોક, બજરંગ નગર, જયદીપ ચોક,શ્યામ કુંજ હોલ પર પૂર્ણાહુતિ થશે આ ઉત્સવ દરમિયાન સૌ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે ભગવાન જન્નાથજી ના એકદમ નજદીકથી દર્શન થાય તેવી વ્યવસ્થા કરેલ છે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જસદણ દરબાર સાહેબ શ્રી સત્યજીત કુમાર ખાચર ભગવાન જગન્નાથ ની પ્રથમ આરતી કરી રથ ને પ્રસ્થાન કરાવશે હરે કૃષ્ણ મંદિર જસદણ તરફથી આ ત્રીજી રથયાત્રા નું આયોજન કરેલ છે ભગવાન જગન્નાથ બળદેવ અને સુભદ્રા એટલા દયાળુ છે કે તેઓ લોકો ને આશીર્વાદ આપવા મંદિર ની બહાર આવે છે ગર્જના કરતા કીર્તન સાથે જસદણ ના રાજમાર્ગ પર શ્રી જગન્નાથ રથયાત્રા માં દેશ વિદેશ માં ભક્તો પવિત્ર મહામંત્ર નું દિવ્ય કીર્તન અને નર્તન કરતા હર્ષ ભેર હજારો લોકો પ્રભુ ના રથ ને ખેંચી ધન્યતા અનુભવે છે આ પ્રસંગે લગભગ ૫૦૦૦ ભક્તો ભગવાન જગન્નાથ નું પ્રસાદ ગ્રહણ કરશે અને દિવ્ય આનંદ નું અનુભવ કરશે જેથી આપ સૌ આ રથયાત્રામાં જોડાઓ અને ભગવાન જગન્નાથજી ના દર્શનનો લાહવો લો તેવુ આમંત્રણ જસદણ મંદિર ના વ્યવસ્થાપક ઘનશ્યામ દાસ દ્વારા આપવામા આવ્યું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.