લીલીયા તાલુકા ના જાત્રુડા ગામે મિશન ગ્રીન જાત્રુડા અંતર્ગત વૃક્ષા રોપણકાર્યક્રમ યોજાયો
ગુજરાતની ગૌરવ વંતી પ્રજા શું કરી શકે અને શું ન કરી શકે તેનો ઉત્તમ દાખલો અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના જાત્રોડા ગામ માં જોવા મળ્યો.
તારીખ 28/08/2022, રવિવાર દિવસે સમસ્ત જાત્રોડા ગામના લોકો જેમાં સુરત, અમદાવાદ, ગાંધીનગર, અમેરિકા અને દેશ અને દુનિયાના ખૂણે ખૂણે વસતા જાત્રોડા ગામના ગ્રામજનોએ ગામના વિકાસ માટે આયોજન કરી વૃક્ષારોપણ કાર્યક્રમ રાખી 2250 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. આમ ગામને નંદનવન બનાવવા સાથે સાથે પર્યાવરણની સુરક્ષાની કાળજી સાથે ગામે એક આગવું ડગલું ભર્યું છે. મિશન ગ્રીન જાત્રોડા નો અભિયાન શરૂ કર્યું છે.
વૃક્ષારોપણના કાર્યક્રમની શોભા વધારવા માટે અતિથિ વિશેષ તરીકે અમરેલી ના સાંસદ શ્રી નારાયણભાઈ કાછડીયા લીલીયા અને સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત ઉપસ્થિત રહ્યા હતા.
મિશન ગ્રીન જાત્રોડા અંતર્ગત આયોજિત વૃક્ષારોપણ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે શ્રી વિજયભાઈ ડોબરીયા સદભાવના માનવસેવા ટ્રસ્ટ, રાજકોટના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને સદભાવના માનવસેવા ટ્રસ્ટ દ્વારા આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં વૃક્ષોનું વાવેતર કરી અને ત્રણ વર્ષ માટે એમના ઉછેર માટેનું સેવાકીય કામ કરવામાં આવેલું છે તેમાં શ્રી વિજયભાઈ ડોબરીયાનું યોગદાન બિરદાવવા યોગ્ય છે.
મિશન ગ્રીન જાત્રોડાના વૃક્ષારોપણ કાર્યક્રમની વેગવાન બનાવવા માટે મહાનુભાવની વિશેષ પ્રેરક ઉપસ્થિતિ રહી છે જેમાં લીલીયા તાલુકા પ્રમુખ શ્રી બહાદુરભાઈ બેરા, અમરેલી અમર ડેરી ના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત, અમરેલી જિલ્લા સહકારી બેંકના શ્રી ભાઈલાલભાઈ કોઠીયા તેમજ લીલીયા સિવિલ હોસ્પિટલ ના ડોક્ટર લક્ષ્મણ સિંહ તોમર ઉપસ્થિત રહી અને વૃક્ષારોપણની કામગીરીને પ્રોત્સાહન આપી બધાને પ્રેરણા પૂરી પાડી છે.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના વિકાસની અંદર જેમનો મુખ્ય ફાળો છે અને યોગદાન છે તેવા લીલીયા તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જાત્રોડા ગામના વિકાસ માટે અને જિલ્લાની અંદર જાત્રોડા ગામ અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકારની ગ્રામ વિકાસ લગતી સરકારી યોજનાઓ છે તેમની વિગતવાર માહિતી આપી અને જાત્રોડા ગામના વિકાસ માટે સહયોગ આપવા માટે જણાવેલ હતું.
વિશેષમાં સૌથી અગત્યની બાબત એ છે કે જાત્રોડા ગામના વિકાસ માટે સુરત, અમદાવાદ ગાંધીનગર, અમેરિકા વગેરે સ્થળોથી ગ્રામ વાસીઓ આશીર્વાદ અને મળીશું પ્રેરણા આપવા ઉપસ્થિત રહેલા હતા.
મિશન ગ્રીન જાત્રોડા ની વિશેષતા એ છે કે વૃક્ષારોપણ નો સમસ્ત કાર્યક્રમ લોકફાળાથી કરવામાં આવેલો છે એથી વિશેષ અગત્યની બાબત એ છે ગામનો નાનામાં નાનો વ્યક્તિ કે જેની સરેરાશ આવક ખૂબ જ ઓછી છે તેવા વ્યક્તિઓએ પણ તેમની આર્થિક સ્થિતિ પ્રમાણે વૃક્ષોની સંખ્યા નોંધાવી છે અને મોટા માણસોએ તેની આર્થિક સ્થિતિ મુજબ વૃક્ષો વાવેતરની સંખ્યા નોંધાવેલી છે આમ આમાં સંપૂર્ણપણે લોકફાળાથી કામ કરવામાં આવેલું છે અને છતાં ગામના લોકોનો ઉત્સાહ અને ઉમંગ આ કાર્યક્રમને વિશ્વના લેવલ ઉપર લઈ જવા માટે પૂરતો છે.
દેશમાં જ્યારે આઝાદીકા અમૃત મહોત્સવ નું આયોજન થયું છે અને આઝાદીના 75 વર્ષ પછી પર્યાવરણની સુરક્ષા માટે એક નાનું એવું ગામ અને ગામના લોકો જ્યારે ભેગા થયા છે ત્યારે પર્યાવરણની સુરક્ષાના જતન માટે તેમનું યોગદાન ભવિષ્યમાં ઉલ્લેખનીય ગણાશે.
જાત્રોડા ગામની અંદર વૃક્ષારોપણ સાથે સાથે જળસંચય, સ્વસ્થતા અભિયાન, આરોગ્ય લક્ષી અનેક કાર્યક્રમ દ્વારા જાત્રા ગામે વિકાસની હરણફાળ ભરી છે.
આવો આપણે સૌ સાથે મળી મિશન ગ્રીન જાત્રોડા ના વૃક્ષારોપણ અભિયાનને સાર્થક કરીએ અને અમરેલી જિલ્લામાં શ્રેષ્ઠ ગામ બને તે માટે સંકલ્પ કરીએ.
મિશન ગ્રીન જાત્રોડા અંતર્ગત અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા જાત્રોડા ગામને દત્તક લેવાયેલ છે આમ અમરેલી જિલ્લામાં જાત્રોડા ગામ હવે સંસદ સભ્ય દ્વારા દત્તક લેવાયેલું ગામ જાહેર થયેલું છે ત્યારે જાત્રોડા ગામની અંદર જે 20 યોજનાકીય સેવાઓ ગુજરાત સરકારની છે તે યોજનાઓની અમલવારી ની શુભ શરૂઆત જાત્રોડા ગામના વાસીઓએ વૃક્ષારોપણ થકી કરી છે વૃક્ષારોપણ છે એ વ્યક્તિઓનું જીવન છે અને એ જીવનને ઉત્કૃષ્ટ કરવા માટે જાત્રોડા ગામના યુવાનો દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે એ સરાહની છે પ્રશંસનીય છે અને તેમાં જાત્રોડા ગામના યુવાનો સાથે સાથે સુરત અને અમદાવાદના યુવાનો ની ટીમ સાથે મળી અને એક ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ જાત્રોડા ખાતે આજે વૃક્ષારોપણ નો કરેલો છે તે પ્રોગ્રામની સફળતા બાદ હવે જળસંચય, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય વગેરે જેવા મુદ્દાઓ પર કામગીરી હાથ ધરવામાં આવેલી છે સર્વ મિત્રો જાત્રોડા ગામ આદર્શ બને તે માટે પ્રયત્નશીલ છે અને આશા છે કે જાત્રોડા ગામ પાંચ વર્ષમાં આદર્શ ગામ બનશે તેની અમો સૌ જાત્રોડા ગ્રામ વાસીઓ ખાતરી આપીએ છીએ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.