ભાવનગર રેલવે મંડળ ના મીટર ગેજ સેક્સનમા દોડતી 10ટ્રેનો ના સમયમા ફેરફાર - At This Time

ભાવનગર રેલવે મંડળ ના મીટર ગેજ સેક્સનમા દોડતી 10ટ્રેનો ના સમયમા ફેરફાર


ભાવનગર રેલ્વે મંડળના મીટરગેજ સેક્શનમાં દોડતી 10 ટ્રેનોના સમયમાં ફેરફાર
એશિયાટીક સિંહોની સલામતી માટે માનનીય હાઈકોર્ટ ગુજરાતના આદેશ મુજબ કાંસિયાનેશ-સાસણગીર અને જૂનાગઢ-બીલ્ખા સેક્શનમાં રાત્રિ દરમિયાન ટ્રેનો ચલાવવાની નથી. હાલમાં ટ્રેન નંબર 09531 દેલવાડા-જૂનાગઢ અને ટ્રેન નંબર 09540 જૂનાગઢ-અમરેલી તેમના ગંતવ્ય સ્થાને અનુક્રમે 20.20 કલાકે અને 20.30 કલાકે પહોંચે છે. તેમના સમયમાં સુધારો થાય અને મીટરગેજ પર ચાલતી તમામ ટ્રેનો સમયસર દોડે તે હેતુથી ભાવનગર ડિવિઝનની મીટરગેજ પર દોડતી 10 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 09295 વેરાવળ-દેલવાડા વેરાવળથી તેના વર્તમાન નિર્ધારિત સમય 15.45 કલાકના બદલે 14.05 કલાકે એટલે કે 1 કલાક 40 મિનિટ વહેલા ઉપડશે અને વર્તમાન નિર્ધારિત સમય 18.55 કલાકને બદલે 17.50 કલાકે દેલવાડા સ્ટેશન પહોંચશે.
2. ટ્રેન નંબર 09531 દેલવાડા-જૂનાગઢ દેલવાડા સ્ટેશનથી 14.00 કલાકને બદલે 11.30 કલાકે ઉપડશે એટલે કે તેના વર્તમાન નિર્ધારિત સમય કરતાં 2 કલાક 30 મિનિટ વહેલા ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને વર્તમાન નિર્ધારિત સમય 20.20 કલાકને બદલે 18.25 કલાકે પહોંચશે.
3. ટ્રેન નંબર 09292 અમરેલી-વેરાવળ અમરેલી સ્ટેશનથી તેના વર્તમાન નિર્ધારિત સમય 08.50 કલાકના બદલે 06.30 કલાકે ઉપડશે એટલે કે 2 કલાક 20 મિનિટ વહેલા અને 13.50 કલાકના વર્તમાન નિર્ધારિત સમયને બદલે 11.40 કલાકે વેરાવળ સ્ટેશને પહોંચશે.
4. ટ્રેન નંબર 09539 અમરેલી-જૂનાગઢ અમરેલી સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 06.30ના બદલે 07.10 વાગ્યે ઉપડશે એટલે કે 40 મિનિટ મોડી અને જૂનાગઢ સ્ટેશને તેના વર્તમાન નિર્ધારિત સમય 10.10ને બદલે સવારે 11.10 વાગ્યે પહોંચશે.
5. ટ્રેન નંબર 09532 જૂનાગઢ-દેલવાડા જૂનાગઢ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 07.20 કલાકના બદલે 08.40 કલાકે ઉપડશે એટલે કે 1 કલાક 20 મિનિટ મોડી અને તેના વર્તમાન નિર્ધારિત સમય 13.10 કલાકને બદલે 15.25 કલાકે દેલવાડા સ્ટેશન પહોંચશે.
6. ટ્રેન નંબર 09505 વેરાવળ-અમરેલી વેરાવળ સ્ટેશનથી 13.00 કલાકને બદલે 13.25 કલાકે એટલે કે 25 મિનિટ મોડી ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય 18.05 કલાકને બદલે 18.40 કલાકે અમરેલી સ્ટેશન પહોંચશે.
7. ટ્રેન નંબર 09540 જૂનાગઢ-અમરેલી જૂનાગઢ સ્ટેશનથી 17.40 કલાકને બદલે 14.05 કલાકે એટલે કે 3 કલાક 35 મિનિટ વહેલા ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય 21.30 કલાકને બદલે 18.05 કલાકે અમરેલી સ્ટેશને પહોંચશે.
8. ટ્રેન નંબર 09291 વેરાવળ-અમરેલી વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 09.40 કલાકે ઉપડશે પરંતુ તેના વર્તમાન નિર્ધારિત સમય 14.45 કલાકને બદલે 15.00 કલાકે એટલે કે 15 મિનિટ મોડી અમરેલી સ્ટેશને પહોંચશે.
9. ટ્રેન નંબર 09508 અમરેલી-વેરાવળ અમરેલી સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 12.10 કલાકના બદલે 12.25 કલાકે એટલે કે 15 મિનિટ મોડી ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય 17.20 કલાકને બદલે 17.25 કલાકે વેરાવળ સ્ટેશન પહોંચશે.
10. ટ્રેન નંબર 09296 દેલવાડા-વેરાવળ દેલવાડા સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 08.15 કલાકને બદલે 08.00 કલાકે એટલે કે 15 મિનિટ વહેલા ઉપડશે અને વર્તમાન નિર્ધારિત સમય 11.15 કલાકને બદલે 11.20 કલાકે વેરાવળ સ્ટેશને પહોંચશે.માશૂક અહમદ વરિષ્ઠમંડલવાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલની દ્વારા અખબાર યાદી મા જણાવેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.