બોટાદ ખાણખનીજ વિભાગના ખનીજ ચોરી મામલે દરોડા પાડી સપાટો બોલાવ્યો
(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
રાણપુર તાલુકાના દેવળીયા ગામેથી અને ગઢડા તાલુકાનાં માંડવધાર ગામેથી કરોડોની ખનીજ ચોરી ઝડપી. રાણપુરના દેવળીયા ગામેથી ગેરકાયદે ખનીજ ચોરી કરતા 6 ડમ્પર ને પકડી પાડયા. ગઢડાના માંડવધાર ગામની નદિમાથી ગેરકાયદે રેતી ચોરી કરતા જીસીબી અને ટ્રેકટર ને ઝડપી લીધા. દેવળીયા ગામેથી 70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો તો માંડવધાર ગામેથી 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બોટાદ ખાણખનીજ વિભાગે બંને સ્થળે થી કુલ રૂપિયા 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.