નગર પાલિકા મહુવાની શાળા નં 16ના વાર્ષિકોત્સવ -૮ની શાનદાર ઉજવણી કરવામાં આવી
(રિપોર્ટ દવે હિરેન)
મહુવા નગર શિક્ષક સંઘ પ્રમુખ અને શાળા નં.૧૬ ના આચાર્ય નિલેશભાઈ સોલંકી દ્વારા તા. 11 મી માર્ચના રોજ *ફૂલડાં ની ફોરમ વાર્ષિકોત્સવ-8* ની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવેલ.જેમાં બાળકો માં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર કાઢવાના હેતુ થી આ શાળા ના ઉત્સાહી શિક્ષિકા બહેન આરતીબેન એન સોલંકી એ સવિશેષ રસ દાખવી ને ૧૬ કૃતિઓ ની પ્રસ્તુતિમાં વિશેષ ફાળો આપેલ હતો.સમગ્ર કાર્યકમ નું સંચાલન હરેશભાઈ ત્રિવેદી(શાળા નં.૯ શિક્ષક)મારફતે કરવામાં આવેલ. બાળકો ને પ્રોત્સાહિત કરવા અને આમંત્રણ ને માંન આપી પધારેલ મહેમાનો માં મહંત સેક્રેટરી પૂજ્ય યોગાનંદ બાપુ(ત્ર્યંબકેશ્વર -નાસીક) શનિદેવ આશ્રમ મહુવા, નગર શિક્ષણ સમિતિ નાં સદસ્યશ્રીઓ રાજુભાઈ જાડેજા, નીતિનભાઈ દવે , નગર પાલિકા કાઉન્સિલર રાજેશ્રી બેન દવે, પત્રકાર એકતા પરિષદ મહુવા પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા, ડાયમંડ એસોસિએશન મહુવા પ્રમુખ અજયભાઈ બારૈયા, પૂર્વ આચાર્ય
વિનોદભાઈ દસાડીયા, મહુવા તાલુકા ખેલ મહાકુંભ કન્વીનર વી. ટી.ડોડીયા, તાલુકા પ્રા.શિક્ષક સંઘ પ્રમુખ મનુભાઈ શીયાળ ,જયચામુંડા ટ્રાવેલ્સ મહુવા રોહિતભાઈ પ્રબતાણી, તાવેડા તલાટી મંત્રી મુકેશભાઈ સોલંકી, નગર શિક્ષક સંઘ સંગઠન મંત્રી ચંદ્રિકાબેન નિનામાતમામ શાળા ના અને આચાર્યો,શિક્ષકો,વાલીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહયા હતા.
આ કાર્યક્રમ માં બાળકો દ્વારા ગુજરાતી લોક ગીત,ગરબો,ફેસ્ટિવલ સોંગ,સ્વાગત ગીત,ફ્યુઝન,તલવાર રાસ,ગરબો,રેકર્ડ ડાન્સ,બાળગીત, બાલ વાર્તા,દેશ ભક્તિ ગીત,શાળા ગીત, જેવી કૃતિઓની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવેલ.
કાર્યક્રમ ની શરૂઆત શાળા ના આચાર્ય તેમજ નગર શિક્ષક સંઘ પ્રમુખ નિલેશભાઈ એમ સોલંકી ના શાબ્દિક સ્વાગત થી કરવામાં આવેલ જેમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી એક માત્ર સંસ્થા સરકારી શાળા શ્રીમતી ન.કે.વોરા.પ્રાથમિક શાળા નં.૧૬ ના સફળ એવમ અવિરત પ્રગતિના ૨૮ વર્ષ પૂર્ણ કરી ૨૯માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે યોજાયેલ આ રંગારંગ કાર્યક્રમ નું સંચાલન શાળા નં 9 ના શિક્ષક શ્રી હરેશભાઇ ત્રિવેદી એ જયારે
અંતમાં આભાર વિધિ નગર શિક્ષક સંઘ ના મહામંત્રી રમેશભાઇ વાઘે કરી ને સમગ્ર કાર્યક્રમ શાન્તિ પૂર્વક ખૂબ જ આનંદિત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવેલ.જેમાં નિલેશભાઈ સોલંકી પ્રમુખ નગર શિક્ષક સંઘ તેમજ સ્ટાફ ગણ ની મહેનત વિશેષ જણાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
