આજેયુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા બલિદાન દિવસ નિમિતે સિહોરમાં આવેલી ભગતસિંહજીની પ્રતિમા સાફસફાઈ તેમજ પુષ્પાંજલિ કાર્યક્રમ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા બલિદાન દિવસ નિમિતે સિહોરમાં આવેલી ભગતસિંહજીની પ્રતિમા સાફસફાઈ તેમજ પુષ્પાંજલિ કાર્યક્રમ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
અમર ક્રાંતિકારી શ્રી સુખદેવ થાપર,ભગતસિંહ,શિવરામ રાજગુરુજીના બલિદાન દિવસ નિમિત્તે યુવા યુગ પરિવર્તન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામા આવ્યું હતુ
યુવા યુગ પરિવર્તન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી થેલેસેમીયા ગ્રસ્ત બાળકો તેમજ ઓપરેશન થતા દર્દીઓની રક્તની જરૂરિયાતને પહોંચી વળવા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન થતું હોય ત્યારે 96માં બલિદાન દિવસ નિમિત્તે જે ક્રાંતિકારીઓએ પોતાના લોહી રેડી દેશને આઝાદી અપાવવા સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું ત્યારે હાલના યુવાઓએ પોતાની નૈતિક ફરજ સમજી જરૂરિયાત મંદ દર્દીઓ માટે રક્ત આપવા YYP દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમમાં સિહોરના પી.આઈ.શ્રી બી.ડી.જાડેજા સાહેબ તેમજ સિહોર શહેર ભાજપા પ્રમુખ નિલેશભાઈ જાની રક્તદાન કરી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો, આ કેમ્પમાં 55 યુનિટ જેટલું રક્ત એકત્ર થયું હતું તેમજ ગ્રુપ દ્વારા દરેક રક્તદાતાઓ ને ચકલીના માળા વિતરણ કરવામાં આવ્યા હતા....રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
