વઢવાણના 1000 ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવા માટે માંગણી
તા.14/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ વઢવાણ તાલુકાના 1,000 થી વધુ ખેડૂતો પાણી માટેની માંગ કરી રહ્યા છે અને રોષ સાથે જણાવી રહ્યા છે કે વઢવાણના અનેક ખેડૂતો ખેતીમાં પાયમાલ થઈ રહ્યા છે અને પોતાના ખેતરોમાંથી નર્મદા યોજનાની પાઇપલાઇન અને કેનાલો પસાર કરી અને જે નાણાં ચૂકવવાના હતા જેમાં અધૂરા નાણાં ચૂકવતા અનેક ખેડૂતોની વાંધા અરજીઓ પણ પેન્ડિંગ પડી હોવાનું જણાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં શિયાળુ વાવેતરની સીઝન હોવાના કારણે ખેડૂતોએ પોતાના ખેતરોમાં જીરાનું તેમજ અન્ય શિયાળુ વાવેતરનું વાવેતર કર્યું છે ત્યારે વઢવાણ તાલુકાના ખેડૂતો પોતાના પરિવાર સાથે વહેલી સવારે ખેતરો વાડીઓમાં જઈ અને પંપથી પાણી છાંટી રહ્યા હોવાની હાલમાં બાતમી જાણવા મળી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં અને તેના જિલ્લાને તાલુકા મથકોએ વઢવાણ તાલુકાના અનેક ખેડૂતો હાલમાં પાણી પ્રશ્ને બે હાલ બન્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના 1,000 થી વધુ ખેડૂતો પોતાની વેદના ને વાચા આપવા માટે હાલમાં ભાજપ સરકાર સામે માંગણી કરી રહ્યા છે જ્યારે નવાયની વાત તો એ છે કે 11 વર્ષથી કેનાલ બની છે અને આ કેનાલનું મેન્ટેન્ટ પણ પૂરો થઈ ગયું છે આમ છતાં પણ કેનાલમાં એક પણ દિવસ પાણી આવ્યું નથી અને 11 વર્ષથી આ કેનાલ કોરી કાટ પડી હોવાનું હાલમાં વિક્રમસિંહ ડોડીયા નામના ખેડૂતે જણાવ્યું છે અને રજૂઆત કરી છે પાણી આપવા માટેની તાત્કાલિક અસરે સરકાર પાણી આપે નહીં તો ગાંધી ચીંધ્યા માર્ગે તેમને અને તેમના સાથી મિત્રો ખેડૂતોનેના છૂટકે લડત લડવી પડશે તેવું પણ તેમણે જણાવ્યું છે હાલમાં ખેડૂતોના વાવેતર સુકાઈ રહ્યા છે અને આ ખેડૂતોને શિયાળુ વાવેતર માટે પાણીની પુષ્કળ જરૂરિયાત હોવાના કારણે તાત્કાલિક અસરે સરકાર નિર્ણય કરી અને કેનાલમાં પાણી આપવા માટેની કામગીરી હાથ ધરે તેવી હાલમાં વિક્રમસિંહ દ્વારા માંગણી કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.